લોકડાઉનના કારણે બધં થયેલું ટ્રેનોનું ઓપરેશન ૧૫ એપ્રિલથી ફરી એકવાર શરુ થઈ શકે છે. ભારતીય રેલવે એ ટ્રેનોના ઓપરેશનને ફરી શરુ કરવા માટે જરી પ્રોટોકાલ તૈયાર કરી દીધા છે. નવા પ્રોટોકોલ મુજબ, મુસાફરોને ટ્રેનના નિયત સમયથી ચાર કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે. રેલવે સ્ટેશનમાં પ્રવેશતાં પહેલા તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ થશે. થર્મલ સ્ક્રીનિંગ પાસ કરનારા મુસાફરોને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, મુસાફરોને તાવ, ઉધરસ, શરદીની ફરિયાદ હશે તો તેમને પ્રવાસની મંજૂરી નહીં આપવામાં આવે.
રેલવેના વરિ અધિકારી અનુસાર, ૧૫ એપ્રિલથી આરક્ષિત નોન એસી સ્પીપર શ્રેણીમાં જ મુસાફરી કરવાની મંજૂરી હશે. ટ્રેનોમાં ન તો એસી કોચ હશે અને ન તો અનારક્ષિત કલાસમાં મુસાફરી કરવાની મંજૂરી હશે. એટલું જ નહીં, રેલવે સ્ટેશનમાં માત્ર નોન એસી સ્લીપર શ્રેણીમાં ટિકિટ બુકિંગ કરાવનારા મુસાફરોને જ પ્રવેશ આપવાની મંજૂકરી હશે. આ દરમિયાન, કોઈ પણ સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ સમગ્રપણે પ્રતિબંધિત હશે. જે મુસાફરોની પાસે વેઇટિંગ ટિકિટ હશે તેઓ પણ રેલવે સ્ટેશનમાં પ્રવેશી નહીં શકે. આ ઉપરાંત રેલવેએ વરિ નાગરિકોને હાલ મુસાફરી ન કરવાની સલાહ આપવાનું વિચાયુ છે.
ભારતીય રેલવેના વરિ અધિકારી મુજબ, મુસાફરી કરનારા તમામ લોકોને પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી પ્રવાસના નિર્ધારિત સમયથી ૧૨ કલાક પહેલા રેલવેને જણાવવી પડશે. પ્રવાસ દરમિયાન, કોઈ પણ મુસાફરમાં ઉધરસ, તાવ જેવા લક્ષણ જોવા મળે છે તો તેમને તાત્કાલિક ટ્રેન રોકાવીને નીચે ઉતારી દેવામાં આવશે.