શક્તિ મોહને ઘરમાં અલગ સ્ટાઇલમાં પોતા માર્યા, તમે પણ અજમાવી શકો આ સ્ટાઇલ

દેશમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જાહેર કરાયેલા લોકડાઉનને કારણે તમામ ફિલ્મો કે ટીવી કાર્યક્રમોના શૂટિંગ પણ બંધ છે આવા સમયે બધા સેલિબ્રિટી પોતપોતાના ઘરમાં બંધ છે અને ઘરકામ કરી રહ્યા છે. ઘણાએ વાસણ ઘસતાં, કપડાં ધોતા, જમવાનું બનાવતા અને પોતા કરતાં વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને તમે તે જોયા જ હશે. હને આ યાદીમાં હવે ડાન્સર શક્તિ મોહનનું નામ જોડાયું છે. ડાન્સ શોની જજ અને આકર્ષક ડાન્સ કરવા માટે જાણીતી શક્તિએ ઘરમાં પોતું મારવા માટે એક અલગ જ અંદાજ અપનાવ્યો છે અને તમે પણ તેનેં અનુસરી શકો છો. જુઓ વીડિયો, આ વીડિયો જોઇને બીજું કંઇ નહીં તો તમારા ચહેરા પર હાસ્ય તો ચોક્કસ જ આવી જશે.

એક્ટ્રેસ અને ડાન્સર શક્તિ મોહને ઘરમાં પોતું કરતો પોતાનો એક વિડીયો શેર કર્યો છે. જે જોઈને તમને મજા પણ આવશે અને હસવું પણ આવશે. શક્તિએ વિડીયો શેર કરતાં લખ્યું, “I-so-LATE-LATE કે આઈસોલેશન. ઘરનું બધું જ કામ મારી પાસે કરાવી રહ્યા છે.” વિડીયોમાં તમે જોઈ શકો છો કે શક્તિએ પોતા કરવાના કામને ડાન્સનો ટ્વિસ્ટ આપ્યો છે. જમીન પર ગોળ ફરીને ડાન્સના સ્ટેપ કરતી હોય તે રીતે ડાન્સર પોતા કરી રહી છે. શક્તિનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શક્તિના આ વિડીયો પર રણવીર સિંહ, તાહિરા કશ્યપ, અપારશક્તિ ખુરાના, વિશાલ દદલાણી સહિતનાએ વખાણ્યો છે.