વેપાર-ઉદ્યોગ માટે 2.5 લાખ કરોડના રાહત પેકેજની ગમે ત્યારે જાહેરાત, નાના વેપારીઓને મળશે વ્યાજમૂક્ત લોન

કોરોનાનાં સંકટને ઝીલી રહેલા દેશના વેપાર-ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર મોટું પેકેજ જાહેર કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. ટૂંક સમયમાં જ વેપાર-ઉદ્યોગો માટે 2.5 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત કરશે એવા સંકેત મળી રહ્યા છે.

રાહત પેકેજમાં જીએસટીમાં રાહતની સાથે સાથે નાના વેપારીઓને વ્યાજમુકત લોન આપવા વિચારણા ચાલી રહી છે. આ પેકેજમાં એવા ઉધોગોને આવરી લેવાશે જે મોટાપાયે રોજગાર આપે છે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન ખતમ થતાં પહેલાં આવનારા આ પેકેજમાં સરકાર મેન્યુફેકચરિંગ, એવિએશન અને એમએસએમઈ સેકટરને ટેકસ છૂટ અને સરળ વ્યાજ પર શરતો સાથે લોનનું એલાન કરી શકે છષ. સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે કોઈ પણ પ્રકારના રોજગાર પર સંકટ ઉભું ન થાય.

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુમાં વધુ સંકલન વધારવાની પણ અપીલ કરવામાં આવી છે જેથી લાગુ થનારા નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ શકે. આવકવેરા રિટર્નને ધ્યાનમાં રાખી 500 કરોડ સુધીના ટર્નઓવરવાળા ઉધોગ જગતને શરતો સાથે વ્યાજમુકત લોન આપવાની અપીલ કરવામાં આવી છે. આ લોનનો લાભ લેનારા લોકો માટે શરત એ હશે કે તેઓ તેના કર્મચારીઓને એક વર્ષ સુધી નોકરી પરથી કાઢશે નહીં.

સરકારને જણાવાયું છે કે 53 ટકા ભારતીય કારોબારમાં કોરોના મહામારીના તબક્કામાંથી પ્રારંભીક સમયમાં જ અસર પહોંચી છે. ફિક્કીના તાજા સર્વેમાં જણાવાયું છે કે કંપનીઓની ઓર્ડર બુકમાં 73 ટકાનો ઘટાડો નોંધાઈ ચૂકયો છે