કોરોનાવાયરસના વધતા જોખમને ધ્યાને લઇને દેશમાં લોકડાઉન લંબાવવું કે નહી તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં યુપી સરકારે એક મોટો નિર્ણય કરીને રાજ્યના 15 જિલ્લાને સંપૂર્ણ સીલ કરી દીધા છે. આ 15 જિલ્લામાં રાજ્યનું પાટનગર લખનઉની સાથે એ તમામ જિલ્લા સામેલ છે જ્યાં સતત જમાતીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. આ જિલ્લાઓ બુધવાર રાત્રે 12 વાગ્યાથી 13 એપ્રિલ સુધી સીલ રહેશે,
માહિતી અનુસાર યુપીની યોગી સરકારે આગ્રા, શામલી, મેરઠ, બરેલી, કાનપુર, વારાણસી, લખનઉ, બસ્તી, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, મહારાજગંજ, સીતાપુર, બુલંદશહેર, ફિરોઝાબાદ અને નોઇડાને સંપૂર્ણ સીલ કરવાનો નિર્ણય કર્યો છે. યૂપીના મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારીએ આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ તમામ જિલ્લાના તમામ ઘરને સેનેટાઇઝ કરવામાં આવશે અને અહીં જરૂરિયાતની વસ્તુઓની હોમ ડિલિવરી કરવામાં આવશે. આ તમામ જિલ્લા કોરોનાથી વધુ પ્રભાવિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપી સરકાર 13 એપ્રિલે સ્થિતિની સમિક્ષામ કરષે અને તે પછી આગળનો નિર્ણય લેવાશે.