સુરતમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો, રાંદેરના અહેસાન ખાનનું મોત, કુલ ત્રણનાં મોત

સુરતમાં કોરોનાનાં કારણે એક દર્દીનું આજે મોત થયું છે. સવારે 11 કલાકેના બૂલેટીનમાં જણાવાયું હતું કે 221 જેટલા કુલ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી પોઝીટીવ 17 આવ્યા હતા. નેગેટીવ 199 થયા હતા. જ્યારે પાંચ પેન્ડીંગ રહ્યા હતા. શંકાસ્પદ કોરોનાનાં સાત નવા દર્દી દાખલ થયા હતા. સુરતમાં કુલ મરણાંક ત્રણ પર પહોંચી ગયો છે.

સાંજે પાંચ વાગ્યાના અપડેટમાં સત્તાવાર રીતે જણાવાયું છે કે સુરતમાં 52 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મૃત્યુ પામેલા દર્દીનું નામ અહેસાન રશીદ ખાન જણાવવામાં આવ્યું છે અને ચોથી તારીખે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેનું આજે મોત થયું છે.

જાહેર થયેલા પોઝીટીવ કેસ-સાંજે પાંચ વાગ્યે

  • ઝૂબેદા અબ્દુલ અઝીઝ પટેલ-રાંદેર ટ્રાવેલ હિસ્ટ્રી નથી. નવી સિવિલમાં દાખલ
  • સાજીદ અબ્દુલ રહેમાન અન્સારી-રામપુરા-ટ્રાવેલ હિસ્ટ્રી નથી-નવી સિવિલમાં દાખલ
  • ઝીનત કૂરૈશી-અડાજણ પાટીયા- કોરોના પોઝીટીવ અબ્દુલ વહાબ કુરૈશી સાથે સંપર્કમાં આવ્યા હતા.

કોરોનાનાં કારણે મોત

  • અહેસાન ખાન રશીદ ખાન પઠાણ-52(રિટાયરમેન) અલ-અમીન રેસિડેન્સી-રાંદેર રોડ
  • હાઈપર ટેન્શન, ડાયાબીટીઝ અને ડિપ્રેશનનાં દર્દી હતા.