ઉદ્વવ ઠાકરેના નિવાસ નજીકનો ચાવાળો નીકળ્યો કોરોના પોઝીટીવ, આખો વિસ્તાર સીલ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના નિવાસ નજીકનો ચા વાળાનો કોરોના પોઝીટીવ ટેસ્ટ આવતા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યું છે. માતોશ્રીને પણ સીલ કરી દેવાયું છે.

સતર્કતાના પગલા તરીકે પાલિકાએ આખા પરિસરને જંતુરહિત કરવાની કામગીરી હાથ ધરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે એ પરિસરમાં ચાનો સ્ટોલ ધરાવનારો કોરોના પોઝિટિવ હોવાની ખાતરી થયા બાદ તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને શોધવામાં આવી રહી છે.

દરમિયાન ચાવાળો કોરોના પોઝિટિવ હોવાની ખાતરી થયા બાદ માતોશ્રી આસપાસના પરિસરને સીલ કરવામાં આવ્યો હોવાની અટકળો વહેતી થઈ હતી.