કોરોના વાયરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે, ત્યારે અમેરિકાની સરકાર કોવિડ-19ને ફેલાતો રોકવા તાત્કાલિક સૌથી મહત્વપૂર્ણ નવી પોલિસી અમલમાં લાવી શકે છે, અને તે છે દરેક વ્યક્તિએ જાહેરમાં બહાર નીકળતા સમયે ફરજિયાત માસ્ક પહેરવું. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે પહેલાથી જ કોરોના વાયરસના લક્ષણો દેખાયા હોય તેવા લોકોને માસ્ક પહેરવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને 25થી 50 ટકા લોકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા નથી. એવામાં જાહેરમાં બહાર નીકળતા સમયે અન્ય લોકોને બચાવવા બધા લોકોએ માસ્ક પહેરવું સારૂં રહેશે.
સેન્ટર્સ ઓફ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે સોમવારે કહ્યું, સ્વસ્થ લોકોએ માસ્ક ન પહેરવાના નિર્ણયનો એજન્સી ફરી વિચાર કરશે. બુધવારે લોસ એન્જેલસના મેયરે પણ ઘરની બહાર નીકળતા બધા લોકોને મોઢું કવર કરવા સૂચન કર્યું હતું. આ નિર્ણયો મોડો છે પરંતુ તેનું સ્વાગત છે.
અમેરિકાના મેડિકલ પ્રોફેશનલ્સ, એપિડમિઓલોજિસ્ટ્સ અને ચિંતિત શહેરીજનોએ મેયર, ગવર્નર અને કોંગ્રેસના પ્રતિનિધિઓને કહ્યું કે, માસ્ક પહેરવું અથવા મોઢું કવર કરવું તે સરકારની પોલિસી હોવી જોઈએ. યુનિવર્સલ માસ્કના આદેશથી વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો માટે હોસ્પિટલના કર્મચારીઓના પ્રોટેક્ટિવ સાધનોની અછત ન સર્જાવી જોઈએ. N-95 હાઈ ગ્રેડ માસ્ક અને ઓછા પ્રોટેક્ટિવ સર્જિકલ માસ્ક બંને લિમિટેડ છે, આથી તે સૌથી પહેલા મેડિકલ સ્ટાફ પાસે જવા જોઈએ. આવી સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને જરૂરી હોય તેટલા સર્જિકલ માસ્ક આપવા જોઈએ. લોકો ઘરે બનાવેલા ફેસ માસ્કનો ઉપયોગ કરી શકે છે. જ્યારે N-95 અને સર્જિકલ માસ્કનો જથ્થો વધે અને હોસ્પિટલમાં જરૂરી જથ્થો હોય તો સર્જિકલ માસ્કને સામાન્ય લોકોમાં વહેંચવા જોઈએ.
વૈજ્ઞાનિકો કોવિડ-19 વાયરસના ફેલાવવાના બધા રસ્તાઓ વિશે સ્પષ્ટ નથી. પરંતુ એક ટ્રાયલ દરમિયાન તેમને જણાવાયું કે સર્જિકલ માસ્ક પહેરનારા લોકોમાં કોરોનાનો ભય ફેલાવવાનો ચાન્સ 80 ટકા ઓછો છે. સ્ટેનફોર્ડ મેડિસિને કહ્યું, વેક્યુમ ક્લિનરની બેગ્સ, એન્ટીમાઈક્રોબાયલ પિલો કેસ અને અન્ય મટીરિયલ્સ મેડિકલ માસ્ક બનાવવા માટે વાપરી શકાય છે. અન્ય જુદા જુદા અભ્યાસોમાં પણ ફેસ કવરિંગના પરિણામ વારંવાર હાથ ધોવા સાથે મળતા આવ્યા છે.