લોકડાઉન બાદ 15મીથી શું ખૂલશે? જાણો PM મોદીએ મંત્રીઓને શું કહ્યું?

કોરોના વાયરસને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસનું લોકડાઉન કર્યું છે. સામાન્ય જીવન સંપૂર્ણ રીતે અટકી ગયું છે. વેપાર-ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયા છે. લોકડાઉન સમાપ્ત થશે કે નહીં તે અંગેનો નિર્ણય આ અઠવાડિયામાં લેવામાં આવે તેવી શક્યતા છે. એવી પણ સંભાવના છે કે જ્યાં કોરોનાનાં કેસ નથી તેવા વિસ્તારોમાં સરકારી ઓફિસો ખોલવામાં આવે.

સોમવારે કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ સંકેત આપ્યો હતો કે લોકડાઉન પછી તબક્કાવાર સરકારી કચેરીઓ ખોલવામાં આવી શકે છે. જોકે, કોરોના વાયરસના વધુ દર્દીઓ ન હોય તેવા સ્થળોએ આવું કરવાની વિચારણા ચાલી રહી છે. વડા પ્રધાને સોમવારે કેબિનેટની બેઠકમાં પ્રધાનોને આ સંદર્ભમાં યોજના તૈયાર કરવા જણાવ્યું છે.

લોકડાઉનનો સૌથી વધુ માર ખેડુતોને પડ્યો છે. પાકની લણણી કરવામાં આવી રહી હતી અને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું. ખેડુતો લોકડાઉનથી પરેશાન છે. તેઓ કરે તો શું કરે. આવા ખેડૂતોની મદદ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીઓને ખાસ સલાહ આપી હતી. સોમવારે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીઓ સાથે સંપર્ક કર્યો. પીએમ મોદીએ તમામ મંત્રીઓને એપ્લિકેશન આધારિત કેબ્સ-ટેક્સીઓ જેવા ટ્રક એગ્રિગેટર્સ જેવી નવીન પધ્ધતિઓનો ઉપયોગ કરીને ખેડૂતોને મંડીઓમાં જોડવા જણાવ્યું હતું.

આ પહેલા સોમવારે ભાજપના 40મા સ્થાપના દિન પર ભાજપના કાર્યકરો સાથે વાત કરતા વડા પ્રધાને કહ્યું હતું કે કોરોના સામે યુદ્ધ લાંબો ચાલશે. તેમણે કહ્યું, ‘દેશને લાંબી લડાઇ માટે તૈયાર રહેવું પડશે. આમાં ન તો થાક છે કે ન તો હાર છે. લાંબી લડતને જીતીશું. કોરોના સામેનો વિજય છે, યુદ્ધમાં વિજય થવાનો સંકલ્પ છે.

પીએમ મોદીએ કહ્યું કે કોવિડ -19 સામેની લડતમાં પ્રેરિત, નિર્ધારિત અને સજાગ રહેવાની જરૂર છે. તેમણે સંબંધિત મંત્રીઓને ગરીબ કલ્યાણ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું જેથી તેના લાભો કોઈપણ અવરોધ વિના લાભાર્થી સુધી પહોંચે. તેમણે કહ્યું કે, જે જિલ્લાઓમાં હોટસ્પોટ્સ છે, તે પરિસ્થિતિથી વાકેફ રહો અને સમસ્યાઓ દૂર કરો. પીડીએસ કેન્દ્રો પર ભીડ ન થાય, યોગ્ય રીતે દેખરેખ રાખો અને ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરો. બ્લેક માર્કેટિંગ અને આવશ્યક કિંમતોમાં વધારો અટકાવો.

પીએમ મોદીએ કહ્યું કે આવશ્યક દવાઓનું ઉત્પાદન સમયસર થવું જોઈએ અને સુરક્ષા સાધનો પણ જલ્દીથી બનાવવા જોઈએ. તેમણે કહ્યું કે જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય લાઇન કાર્યરત અને ઉપલબ્ધ રહે તે માટે માઇક્રો લેવલ પર આયોજન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે લોકડાઉન સમાપ્ત થયા પછી ઉદ્દભનારી પરિસ્થિતિ માટે વ્યૂહરચના બનાવવી જરૂરી છે.

તેમણે તમામ પ્રધાનોને લોકડાઉન પછી 10 મોટા નિર્ણયો અને 10 અગ્રતા ક્ષેત્રોની સૂચિ તૈયાર કરવા જણાવ્યું છે જે તેઓ કરવા માગે છે. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે પડકારોની વચ્ચે ભારતે અન્ય દેશો પરની તેની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. તેમણે તમામ વિભાગોને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા સંબંધિત પગલાં લેવા કહ્યું.