આઠમી તારીખે બુધવારે રાત્રે મુસ્લિમ સમાજની પવિત્ર રાત શબ-એ-બરાત છે. શબ-એ-બરાતમાં મુસ્લિમો વિવિધ રીતે એકત્ર થાય છે અને ઈબાદત કરે છે પણ આ વખતે કોરોના વાયરસના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને કોરોના વાયરસને ડામવા માટે લોકોને એકત્ર થવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં દિલ્હી પોલીસે મુસ્લિમ સમાજને જાહેર અપીલ કરી છે અને આ અપીલને નહીં ગણકારાય તો સખત કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાંં આવી છે.
દિલ્હી પોલીસે પોસ્ટર દ્વારા મુસ્લિમ લોકોને અપીલ કરી છે કે 8 અને 9 એપ્રિલના રોજ ઘરમાં જ રહો. કોઈ પણ રીતે લોકોએ દિલ્હીના શેરી મોહલ્લાઓમાં ભેગા થવાં જોઈએ નહીં.
દિલ્હી પોલીસે ધાર્મિક ગુરુઓ અને આરડબ્લ્યુએને પણ લોકોને લોકડાઉનનું પાલન કરાવવાની અપીલ કરી છે અને દિલ્હી પોલીસે પણ આ પોસ્ટર દ્વારા કહ્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં અને જે કોઈ પણ ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 8 અને 9 એપ્રિલ એટલે કે શબ-એ-બારાતનાં દિવસે ઘરમાંથી બહાર નહીં નીકળવાની સખત તાકીદ કરવામાં આવી છે.