કોરોનાવાયરસ ચીનના એનિમલ માર્કેટમાંથી ફેલાયો એવી થિયરી પર હજુ પણ લોકોને વિશ્વાસ નથી થતો. વાયરસના પ્રસારની માહિતી મેળવવા માટેં વિવિધ દેશોની સરકારો દ્વારા જાસૂસી શરૂ કરવામાં આવી છે. બ્રિટનની સરકારને ગુપ્તચર માહિતી મળી છે કે વાયરસનો ચેપ પહેલા ચાઇનીઝ લેબમાં જાનવરોમાં ફેલાયો અને તે પછી ત્યાંથી માણસોમાં ફેલાયો જે હવે ઘાતક રૂપ લઇ ચુ્ક્યો છે.
બ્રિટનના ટોચના સૂત્રોનું કહેવું છે કે ભલે અત્યાર સુધીના વૈજ્ઞાનિક સૂચનો એવું કહેતા હોય કે વાયરસ વુહાનના પશુ માર્કેટમાંથી માણસોમાં ફેલાયો, પણ ચીનની લેબમાંથી લીક થયેલા ફેક્ટને અવગણી શકાય તેમ નથી. .બ્રિટનના એક ટોચના અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર બોરિસ જોનસન દ્વારા રચાયેલી તાકીદની કમિટી કોબરાના એક સભ્યએ કહ્યું હતું કે ગત રાત્રે મળેલી એક ગુપ્તચર માહિતી અનુસાર એ વાતમાં કોઇ બે મત નથી કે આ વાયરસ પ્રાણીઓમાંથી જ ફેલાયો છે, જો કે એ વાત પણ નકારી શકાતી નથી કે આ વાયરસ વુહાનની લેબમાંથી લીક થઇને સૌથી પહેલા માણસોમાં ફેલાયો છે.
કોબરાએ સિક્યોરિટી સર્વિસને આ સંબંધી વિસ્તૃત માહિતી આપી છે. તેણે કહ્યું છે કે વાયરસની પ્રકૃતિ બાબતે એક વિશ્વસનીય વૈકલ્પિક વિચાર છે. સંભવતઃ માત્ર કોઇ સંયોગ નથી કે વુહાનમાં લેબ હાજર છે. આ તથ્યને અવગણી નહીં શકાય. વહાનમાં ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી છે અને તે ચીનની સૌથી એડવાન્સ્ડ઼ લેબ છે. વળી આ ઇન્સ્ટીટ્યૂટ વુહાનના જાનવરોના માર્કેટથી માત્ર 10 માઇલ દૂર આવેલી છે. એવા બિનસત્તાવાર અહેવાલ આવ્યો હતો કે ઇન્સ્ટીટ્યૂટના કર્મચારીઓના લોહીમાં જ આ વાયરસનું ઇન્ફેક્શન થયું અને તે પછી સ્થાનિક લોકોમાં ફેલાયો