ગુજરાતમાં કોરોનાનાં નવા 14 પોઝિટિવ કેસ, જેમાંથી 6 મરકઝમાંથી આવ્યા હતા: આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ

ગુજરાતમાં પાંચમી એપ્રિલ સુધીમાં કોરોનાનાં ગંભીર સ્ટેજ માટે સતર્કતા ધારણ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આજે પાંચમી એપ્રિલે રાજ્યમાં કોરોનાનાં દર્દીઓમાં  ચિંતાજનક રીતે કોરોનાનાં દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. આજે કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં બે, સુરતમાં બે અને વડોદરા તથા છોટાઉદેપુરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 122 થઇ છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યાંક 11 થયો છે. નોંધનીય છેકે રાજ્યમાં એક જ દિવસમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી 6 મરકજમાંથી આવેલા લોકો છે. જ્યારે 8 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.

તેમણે જણાવ્યું કે  કુલ 122 કેસમાંથી 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 122 કેસમાંથી 33 વિદેશથી આવેલા 16 આતંરરાજ્ય અને 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. જિલ્લાવાર આંકડા જોઇએ તો 122 પોઝિટિવ કેસમાંથી અમદાવાદમાં 53 પોઝિટિવ કેસ અને 5ના મોત, સુરતમાં 15 પોઝિટિવ કેસ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ ઉપરાંત  વડોદરામાં 10 પોઝિટિવ કેસ અને એકનું મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, પોરબંદરમાં 3 પોઝિટિવ કેસ, ગીર સોમનાથમાં 2 પોઝિટિવ કેસ અને મહેસાણા, કચ્છ, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કુલ 2354 ટેસ્ટ કરાવ્યા જેમાંથી 124 પોઝિટિવ અને 2224 નેગેટિવ ટેસ્ટ જ્યારે 8 ટેસ્ટ પેન્ડિંગ છે. તેમજ કુલ 14920 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે, જેમાંથી 13560 હોમ ક્વૉરન્%9