કીવી કેપ્ટન વિલિયમ્સન ઇજાગ્રસ્ત, ચોથી ટી-20 નહીં રમે, સાઉધી સંભાળશે ટીમનું સુકાન

વેલિંગ્ટનમાં રમાનારી ચોથી ટી-20ના કલાક પહેલા જ ન્યુઝીલેન્ડની ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા. તેમનો કેપ્ટન કેન વિલિયમ્સન ઇજાને કારણે આ મેચમાંથી આઉટ થયો છે અને તેના સ્થાને હવે ટીમ સાઉધી ટીમનું સુકાન સંભાળશે,

વિલિયમ્સન ડાબા ખભામાં થયેલી ઇજાને કારણે આ મેચ નહીં રમી શકે. હેમિલ્ટનમાં રમાયેલી ત્રીજી ટી-20 દરમિયાન ફિલ્ડીંગમાં ડાઇવ લગાવતી વખતે તેને આ ઇજા થઇ હતી અને તેને હજુ દુખાવો થતો હોવાથી ચોથી ટી-20 શરૂ થવાના એક કલાક પહેલા આ નિર્ણય લેવાયો હતો.

કીવી ટીમ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ત્રીજી મેચમાં ડાઇવ લગાવચી વખતે વિલિયમ્સનને ડાબા ખભામાં ઇજા થઇ હતી અને તેના કારણે તે ચોથી મેચમાં નહીં રમી શકે, જો કે તે સીરિઝની પાંચમી અને અંતિમ મેચ માટે ઉપલબ્ધ રહેશે, ચોથી મેચમાં તેના સ્થાને ટિમ સાઉધી સુકાન સંભાળશે.