શુક્રવારે બપોરે 12.30 વાગ્યાથી વેલિંગ્ટનમાં ચોથી ટી-20 : ભારતનું ધ્યાન બેન્ચ સ્ટ્રેન્થની અજમાયશ પર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ ટી-20 મેચની સીરિઝની ચોથી ટી-20 વેલિંગ્ટનમાં રમાશે ત્યારે ઓકલેન્ડ અને હેમિલ્ટનની જેમ અહીં પણ રનોનો વરસાદ થવાની સંભાવના છે. ભારતીય ટીમ હાલ આ સીરિઝમાં 3-0ની અજેય સરસાઇ ધરાવે છે ત્યારે તે પ્રયોગ કરવા તરફ ધ્યાન આપે તેવી સંભાવના છે. વેલિંગ્ટનમાં છેલ્લી પાંચ મેચમાંથી 4 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે અને અહીંનો એવરેજ સ્કોર 178 રહ્યો છે. જાન્યુઆરી 2018 પછી અહીં સ્પિનર્સની તુલનાએ ઝડપી બોલરોને વધુ વિકેટ મળી છે.

આ મેદાન પર આમ તો જો કે ભારતનો રેકોર્ડ ખરાબ છે. અહીં તેણે ન્યુઝીલેન્ડ સામે 2 મેચ રમી છે અને તે બંને તે હાર્યું છે. 2009માં તેને યજમાન ટીમે 5 વિકેટે જ્યારે 2019માં 80 રને હરાવ્યું હતું. જો કે આ વખતની ભારતીય ટીમ થોડી અલગ છે, આ વખતની વિરાટ કોહલીની ટીમે એક તરફ સળંગ ત્રણ ટી-20 જીતીને ન્યુઝીલેન્ડમાં નવો ઇતિહાસ રચ્યો છે તો બીજી તરફ ભારતીય ખેલાડીઓ ગજબના ફોર્મમાં છે અને તેને ધ્યાને લેતા ભૂતકાળનો રેકોર્ડ એટલો મહત્વનો રહેતો નથી.

ભારત જો પોતાની બેન્ચ સ્ટ્રેન્થની અજમાયશ કરવા માગશે તો આ મેચમાં સંજૂી સેમસન અથવા ઋષભ પંત બેમાંથી એકને તક મળી શકે છે. પંતને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવે તેવી સંભાવના વધુ છે, જો કે એ વાત તેના પર નિર્ભર રહેશે કે કયા બેટ્સમેનને બહાર બેસાડવામાં આવશે અને કેએલ રાહુલ પાસે વિકેટકીપીંગ ચાલુ રખાવાશે કે કેમ. જો ટોપ થ્રીની વાત કરવામાં આવે તો રોહિત, રાહુલ અને કોહલીનું સ્થાન લગભગ પાકું છે, શ્રેયસ ઐય્યર પણ જોરદાર ફોર્મમાં છે. મનીષ પાંડે અને શિવમ દુબેને વધુ તક આપવાની જરૂર છે.

આ સ્થિતિમાં ટોપ ફોરમાંથી જ એકાદને આરામ અપાવાની સંભાવના વધુ છે. એવું પણ બની શકે કે રોહિત અને કોહલી એક એક મેચ માટે આરામ કરશે તો તેનાથી યુવાનોને તક મળી શકશે. બોલિંગમાં ફેરફાર થઇ શકે છે. વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને નવદીપ સૈની પોતાને તક મળે તેની રાહ જોઇ રહ્યા છે, જો કે ત્રણેને સાથે સામેલ નહીં કરાય. બની શકે કે એક સ્પિનર અને એક ઝડપી બોલરને રોટેટ કરવામાં આવશે,