મેટલ રિંગમાં પેનિસ ફસાયુ, તબીબોએ ગેસ કટરની મદદ લેવી પડી

મુબઇમાં એક વ્યક્તિનું પેનિસ મેટલ સેક્સ ટોયમાં એવું ફસાયું હતું કે જેને તેમાંથી બહાર કાઢવા માટે તબીબોએ ગેસ કટરની મદદ લેવી પડી હતી. પોતાની જાતિય ઉત્તેજનાને શાંત કરવા માટે લોખંડની રીંગનો ઉપયોગ કરી રહેલા આ શખ્સનું ગુપ્તાંગ રિંગમાં ફસાઇ ગયું હતું, તે પછી તેને મુંબઇની જેજે હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તબીબોએ મહામહેનતે તેનું ગુપ્તાંગ રિંગમાંથી બહાર કાઢ્યું હતું. આ સર્જરી દરમિયાન પીડબલ્યુડી વિભાગના એક કર્મચારીની પણ મદદ લેવામાં આવી હતી. આ કર્મચારીએ ગુપ્તાંગમાં ફસાયેલી લોખંડની રીંગને ગેસ કટરની મદદથી કાપી હતી.

તબીબોના જણાવ્યા અનુસાર મુંબઇના રહીશ એક શખ્સે પોતાની જાતિય ઉત્તેજના શાંત કરવા માટે મેટ રિંગનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ દરમિયાન તેનું ગુપ્તાંગ મેટલ રીંગમાં ફસાઇ ગયું હતું. જો કે શરમને કારણે તેણે પોતાના પરિવારને કંઇ જણાવ્યું નહોતું અને તેને એવું હતું કે આ રીંગમાં ફસાયેલું તેનું ગુપ્તાંગ બહાર નીકળી જશે. જો કે એવું થયું નહી. અને મંગળવારે તેની હાલત વધુ બગડી હતી અને પીડાના કારણે કણસી રહેલા આ શખ્સને તે પછી મુંબઇની જેજે હોસ્પિટલમાં લવાયો હતો. તબીબોએ તે પછી થોડા પ્રયાસો કર્યા બાદ જેજે હોસ્પિટલના યુરોલોજી વિભાગના તબીબોએ પીડબલ્યુડી વિભાગના અધિકારીઓની મદદ માગવામાં આવી

મોડી રાત્રે એક કોન્ટ્રાક્ટરને હોસ્પિટલમાં બોલાવાયો હતો અને તેણે ઘણી સાવધાનીપૂર્વક ગેસ કટરની મદદ લઇને રિંગને કાપીને ગુપ્તાંગને બહાર કાઢવામાં આવ્યું હતું. તબીબોએ જણાવ્યું હતું કે આ વ્યક્તિનો જીવ બચાવવા માટે તેના પર એક મેજર સર્જરી કરવાની જરૂર પડી હતી. તે પછી તેનો જીવ બચાવાયો હતો.