ઇટલીમાં ક્રુઝ શિપમાંથી 6000 લોકો આ ડરને કારણે ઉતરી ગયા

વિશ્વભરમાં હાલમાં માત્ર ને માત્ર એક જ ડર ફેલાયેલો છે અને તે છે ચીનમાં ફેલાયેલા કરોના વાયરસનો ડર. હવે ઇટલીમાં એક ક્રુઝ શિપ પર એક મુસાફરમાં કરોના વાયરસ જેવા લક્ષણ દેખાતા તેમાં હાજર 6000 લોકો ડરના કારણે તેમાંથી ઉતરી ગયા હતા. આરોગ્ય અધિકારીઓએ જહાજ પર હાજર એક ચાઇનીઝ મુસાફરમાં કરોના વાયરસ હોવાની માહિતી આપી હતી, જો કે તપાસ પછી તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

જહાજ પરની 54 વર્ષિય ચાઇનીઝ મહિલામાં કરોનાના લક્ષણ જોવા મળ્યા પછી તેને તેના પતિ સાથે જહાજ પર અલગ રાખવામાં આવી હતી. જો કે તપાસ પછી તેને કરોનાનો ચેપ ન લાગ્યો હોવાની પુષ્ટિ થઇ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો છે. ચીનમાં કરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 213 થઇ ચુકી છે અને 10,000થી વધુ લોકોને ચેપ લાગ્યો છે.

કોસ્ટા સ્મરૈલ્ડા ક્રુઝ શિપ નોર્થ રોમમાં ચિવિદવૈકિયા પોર્ટ પર હતું, ત્યારે અહેવાલો અનુસાર જહાજ પર જે મહિલાને ચેપ લાગ્ચો હોવાની શંકા હતી, તેમણે હોંગકોંગથી ક્રુઝ પકડવા માટે ફ્લાઇટ લીધી હતી. જહાજ પર સવાર થયા પછી તેને તાવ આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રોમ સ્પાલેન્જા હોસ્પિટલમાં તેનો સેમ્પલ લેવાયો હતો, જેને કરોના નિષ્ણાત તબીબોએ તપાસ્યો હતો અને રિપોર્ટને નેગેટિવ ગણાવ્યો હતો. ચિવિદવૈકિયાના મેયરે અધિકારીઓને કહ્યું હતું કે જ્યાં સુધી મેડિકલ ટેસ્ટ ન થઇ જાય ત્યાં સુધી જહાજમાંથી લોકોને ઉતરતા અટકાવી રાખો, જો કે લોકોએ ગુરૂવારે જ ઉતરવાનું શરૂ કરી દીધું હતું.