ટેસ્લા સાઇબરટ્રક જેવો iPhone, કિંમત માત્ર રૂ. 93 લાખથી વધુ

વિશ્વના સૌથી મોંઘા iPhoneની એન્ટ્રી થઇ છે, આ કોઇ નવો iPhone નથી પણ પણ iPhone 11 પ્રો છે, જેને ડિઝાઇન અને મોડિફાઇ કરવામાં આવ્યો છે. જાણીતી રશિયન કંપની કેવિયરે આ આઇફોનને રી ડિઝાઇન કર્યો છે. રી ડિઝાઇન વેરિયન્ટ ગત વર્ષે એલોન મસ્કની ટેસ્લા દ્વારા લોન્ચ કરવામાં આવેલી સાઇબરટ્રક પ્રેરિત છે. આ રી ડિઝાઇન કરાયેલા આઇફોન 11 પ્રોની કિંમત 93 લાખ રૂપિયાથી વધુ હોઇ શકે છે.

કેવિયર પોપ્યુલર ગેઝેટ્સને ગોલ્ડ તેમજ ડાયમંડ વડે રિ ડિઝાઇન કરવા માટે પ્રસિદ્ધ છે. કંપની ગેઝેટ્સને દુનિયાના એ અમીર લોકો માટે રી ડિઝાઇન કરે છે, જે લોકો હાઇ ટેક ગેઝેટ્સના પોતાના શોખને પુરો કરવા માટે લાખો રૂપિયા ખર્ચવાની તાકાત ઘરાવે છે. આઇફોન 11ને પણ એવા જ યૂઝર્સ માટે રી ડિઝાઇન કરવામાં આવ્યો છે. સ્માર્ટ ફોન્સ ઉપરાંત આ કંપની ટેબલેટ્સ અને સ્માર્ટવોચીસને પણ રી ડિઝાઇન કરે છે.

સાઇબરટ્રેકથી ઇન્સપાયર્ડ આ આઇફોનમાં પ્રોટેક્શન માટે ટાઇટેનિયમની બોડી આપવામાં આવી છે. આખો ફોન મેટલ પ્લેટથી ઢંકાયેલો છે. તેથી જો તે પડી પણ જાય તો તેને કોઇ નુકસાન નહીં થાય. ફોનના આઉટર શેલને ઉપયોગ કરતી વખતે ફોલ્ડ કરી શકાશે અને તે કોલિંગ કરવામાં કોઇ સમસ્યા નથી ઊભી કરતું. આ ફોનને પહેલી નજરે જોતા જ તેને ટેસ્લાની સાઇબરટ્રક જેવો બનાવાયો હોવાનું જણાઇ આવે છે.