90 લાખનો વીમો પકવવા અમદાવાદના વેપારીએ ધોળે દિવસે કરાવી 90 લાખની લૂંટ, ત્રણ કિલો સોનાની લૂંટ સીસીટીવીમાં કેદ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક કરોડથી વધુની લૂંટનો મામલો સામે આવ્યો છે. જેમાં લૂંટારૂએ ધોળે દિવસે ઝવેરીના ત્રણ કિલો સોનાના ઘરેણા સાથે ફરાર થઈ ગયા હતા. આ ઘટના બે બાઇક સવારોએ અંજામ આપ્યો હતો. જોકે, આ કેસની તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ગઈ હતી, જ્યારે ઝવેરીએ 90 લાખનો વીમો કરાવ્યો હોવાની હકીકત આ સનસનાટીભરી લૂંટની પાછળ કારણભૂત હોવાનું ખૂલ્યું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાના કારણે વીડિયો પણ વાયરલ થયો છે.

સંવાદદાતાના જણાવ્યા મુજબ અમદાવાદના નિકોલમાં આવેલી સીજી રોડ પર ઝવેરી ગુરવીર ગઈ સાંજે  નિકોલના શો રૂમમાં ગયો હતો. શો રૂમમાંથી કારમાં ત્રણ કિલો સોનાની ભરેલી બેગ મૂકવા જઇ રહ્યો હતો. બસ, ત્યારે બાઇક પર બે લોકો બેગ લઇને નાસી છૂટયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી કે આ થેલીમાં લગભગ 1.25 કરોડનું સોનું હતું.

જૂઓ બનાવટી લૂંટનો વીડિયો…

પોલીસે આ બનાવ સંદર્ભે સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી શરૂ થઈ હતી. જોકે, શરૂઆતથી આશંકાને કારણે પોલીસે ઝવેરીની સખત પૂછપરછ કરી હતી. જેમાં આખરે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અને કહ્યું કે, તેના પર અતિશય દેવું થઈ ગયું હતું.  આવી સ્થિતિમાં તેણે 90 લાખનો વીમો પકાવવા માટે લૂંટનું નાટક કર્યું હતું.