ફિલ્મ થપ્પડનું ટ્રેલર રિલિઝ : તાપસીનો ઇન્ટેસ ચહેરો અને ડાયલોગ યાદ રહી જશે

શું તમે તમારી પત્નીને કોઇ દિવસ તમાચો માર્યો છે. એક તમાચો કોઇ એક સ્ત્રીના આત્મ સન્માનને કેવી ઠેસ પહોંચાડે છે અનેં તેના પછી તેની જીંદગીમાં કેવો બદલાવ આવે છે તે વાતને નિર્દેશક અનુભવ સિંહાએ પડદા પર ઉતારી છે. તાપસી પન્નુના લીડ રોલવાળી ફિલ્મ ‘થપ્પડ’નું ટ્રેલર અંતે રિલિઝ કરી દેવાયું છે. આ ટ્રેલર માત્ર કોઇ મહિલાને જ નહીં પણ કોઇપણ સંવેદનશીલ માનવીને હચમચાવી મુકવા પુરતું છે. જુઓ ટ્રેલર….

 

ટ્રેલરની શરૂઆતમાં તાપસીનો ડાયલોગ માત્ર એક થપ્પડ? પણ નહીં મારી શકે. અને અંતિમ ડાયલોગ ખબર છે એ એક થપ્પડથી શું થયું, એ એક થપ્પડથી મને એ તમામ એનફેર બાબતો સ્પષ્ટ દેખાવા લાગી, જેને અવગણીને હું મુવ ઓન કરતી રહી હતી. માત્ર આ બે ડાયલોગની સાથે તમે તાપસીનો ઇન્ટેસ ચહેરો જો જોઇ લો તો તમે કદાય તમારી પત્ની પર હાથ ઉગામવાનું વિચારો પણ નહીં. તાપસીના ચહેરા પર પીડાના એ તમામ ભાવ આવી જાય છે જે કોઇપણ ડોમેસ્ટિક વાયોલેન્સની શિકાર મહિલાને અંદરથી તુટી જાય છે.