નિર્ભયાના દોષી અક્ષયનો ફાંસી ટાળવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ, ક્યુરેટીવ પીટીશન ફગાવાઈ

નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં ફાંસી અપાયેલા ચાર દોષિતોમાં સામેલ અક્ષયને ગુરુવારે સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે નિર્ભયા ઘટનામાં દોષિત અક્ષયની કેયુરેટીવ પીટીશ ફગાવી દીધી હતી. દોષિત અક્ષયકુમાર ઠાકુર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અંગેના લોકોના દબાણ તથા જનતના અભિપ્રાયનાં કારણે અદાલતો તમામ સમસ્યાઓના સમાધાન તરીકે મૃત્યુદંડની સજા સંભળાવી રહી છે.

ન્યાયમૂર્તિ એન.વી. રમણા, ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ આર.એફ. નરીમાન, જસ્ટીસ આર ભાનુમતી અને ન્યાયાધીશ અશોક ભૂષણની બેંચે ક્યુરેટીવ પીટીશનની સુનાવણી કરી હતી. ફાંસીથી બચવા માટે ક્યુરેટીવ પીટીશનનો દોષીઓ પાસે અંતિમ કાયદાકીય વિકલ્પ હતો.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં વિનયકુમાર શર્મા અને મુકેશકુમાર સિંઘની અન્ય બે દોષિતો દ્વારા દાખલ કરેલી ક્યુરેટિવ અરજીઓને રદ કરી દીધી છે. ચોથા દોષી પવન ગુપ્તાએ ક્યુરેટીવ પીટીશન દાખલ કરી નથી, તેની પાસે હજી આ વિકલ્પ છે.