જામીયામાં ફાયરીંગ કરનાર યુવાન ઓળખાયો, નામ છે રામ ભગત ગોપાલ, જામીયાથી કર્યું હતું ફેસબૂક લાઈવ

દિલ્હીની જામીયા યુનિવર્સિટીમાં ફાયરીંગ કરનાર યુવકની ઓળખ થઈ ગઈ છે. ગુરુવારે તમંચો બતાવીને ફાયરીંગ કરનાર યુવાનનું નામ રામ ભગત ગોપાલ છે અને તે ગ્રેટર નોઈડાનો રહીશ છે.

ગોળીબાર કરનાર ગોપાલ જામીયાનો વિદ્યાર્થી નથી. ફાયરીંગ કરતાં પહેલ ગોપાલે અનેક વાર જામીયાથી પોતાના ફેસબૂક અકાઉન્ટને લાઈવ પણ કર્યું હતું. હાલ ગોપાલને પોલીસ પકડી લીધો અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

CAA-NRC વિરુદ્વમાં દિલ્હીની જામીયા મિલીયા ઈસ્લામીયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી મોરચો કાઢવામાં આવ્યો હતો, ત્યારે ગોપાલે અચાનક ફાયરીંગ કર્યું હતું.

આશ્ચર્યની વાત એ છે કે આજે બપોરે બનેલી આ ઘટના દરમિયાન દિલ્હી પોલીસ મોટી સંખ્યામાં હાજર હતી અને પોલીસની સામે જ ગોપાલે સરેઆમ ફાયરીંગ કર્યું હતું. ભારે સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં બિન્ધાસ્તપણ ફાયરીંગને અંજામ આપનાર ગોપાલ અંગે પોલીસ જે પ્રકારે મૂક પ્રેક્ષક બની છે તેને લઈ દિલ્હી પોલીસ પર માછલા ધોવાઈ રહ્યા છે.