વિમાનમાંથી બનાવાયું નાનકડું ઘર : કિચન, લિવિંગ રૂમ સહિત અનેક સગવડો

ઓસ્ટ્રેલિયાના એક કન્સટ્રકશન કંપનીએ એક અજબ નાનકડું મકાન બનાવ્યું છે. આ મકાનની વિશેષતા એ છે એ તે એક વિમાનમાંથી બનાવવામાં આવ્યું છે અને તેમાં રસોડા સહિતની અનેક સગવડો છે.

ટાઇની હાઉન ગાયઝ નામની આ કંપની ગ્રાહકની જરૂરિયાત અને ઇચ્છા મુજબ નાનકડા ઘરો બનાવી આપે છે. કંપનીના મેનેજર રિક કીલ કહે છે કે જેમને ઘર ખરીદવાનું પોસાય તેમ ન હોય તેવા લોકોને અમે રહેવા માટેની વૈકલ્પિક જગ્યા મળી રહે તે માટે આવા ઘરો બનાવી આપીએ છીએ.

આ કંપનીએ હાલમાં એક એવું ઘર બનાવ્યું છે જે એક નાના તાલીમી વિમાનના ભાગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ મકાનને ઓસ્ટ્રેલિયાના સૌથી આગવા મકાન તરીકે વર્ણવવામાં આવ્યું છે.

આ મકાનની કિંમત પ૫૦૦૦ ડોલર જેટલી થાય છે અને તેમાં એક રસોડું, લિવિંગ સ્પેસ, હોટ વોટર સિસ્ટમ, રોલ-આઉટ ડેક ઉપરાંત ઇમરજન્સી એક્ઝિટ પણ છે! આ કંપનીનો દાવો છે કે તે આવા તમામ નાના મકાનો ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ બને તે રીતે બનાવે છે.

ટાઇની હાઉસ બિલ્ડર લીઓન કિંગ પોતાની પત્ની કાર્લા અને પુત્ર આર્ચર સાથે જીપ્સી વેગનમાંથી બનાવાયેલા નાનકડાં ઘરની સાથે ઊભેલા તસવીરમાં જોવા મળે છે