ગુજરાતમાં હેલ્મેટ ફરજીયાતઃ સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું

ગુજરાતની રૂપાણી સરકાર માટે હેલ્મેટનો મુદ્દો એક શરમની વાત બની ગયો છે. અને તેની ગજબની ફજેતી થઈ છે. પહેલાં જોરશોરથી હેલ્મેટ મરજીયાત હોવાની જાહેરાત રૃપાણી સરકાર દ્વારા કરવામાં આવી હતી. પણ જેવો જ આ નિર્ણયના વિરોધમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી તો અડધી પીચે રમતાં સીએમ રૃપાણીની સરકાર જાણે કે પાણીમાં બેસી ગઈ હતી. અને તેઓએ અત્યાર સુધીનો સૌથી મોટો યુ-ટર્ન લઈ લીધો હતો. રૃપાણી સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટ ફરજીયાત જ છે.

તે સમયે સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હેલ્મેટ ફરજીયાત જ છે, અને પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે. જ્યારે આજે સરકારે આ મામલે હાઈકોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યુ હતું. જેમાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં હેલ્મેટ ફરજીયાત છે.

આ મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થયા પછી સરકારે આવો કોઈ પરિપત્ર કે હુકમ કર્યો જ નહીં હોવાનું અને માત્ર અખબારી યાદીઓ દ્વારા જ હેલ્મેટ મરજીયાત કરવાની જાહેરાતો કરી હોવાનું ભોપાળુ ખૂલ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા ચોથી ડિસેમ્બરે કરેલી રાજ્યમાં સિટીમાં હેલ્મેટ મરજીયાતની જાહેરાતને આજે ગુજરાત હાઈકોર્ટે રદ્દ બાતલ ઠેરવી છે. આજથી ગુજરાતમાં હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ હતું. જેમાં હેલ્મેટ મરજીયાતનો પરિપત્ર કર્યો નથી અને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ફરજીયાત છે તેવું કહ્યું હતું.