બિગ બોસ 13ની એક સ્પર્ધક દલજીત કૌર બિગ બોસમાંથી આઉટ થયા પછી હવે માલદીવમાં પોતાનું વેકેશન માણી રહી છે અને તે રજા ગાળવા માટેના આ ફેવરિટ ડેસ્ટિનેશન પર બોલ્ડ લુકમાં જોવા મળી હતી, માલદીવના દરિયા કિનારે તેના બોલ્ડ અને હોટ લુકના ફોટાઓ તેણે જાતે જ પોતાના સોશિયલ મીડિયો એકાઉન્ટ પર શેર કર્યા છે અને તેના એ લુકને તેના ચાહકો ઘણા પસંદ કરી રહ્યા છે.
દલજીતે જાતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હોટ લુકના ફોટાઓ શેર કર્યા છે. તે હાલમાં ટીવી સિરિયલ તુમસે ના હો પાયેગામાં કામ કરી રહી છે. બિગ બોસમાં જવા પહેલા તેણે આ સિરીયલમાંથી બ્રેક લીધો હતો અને બિગ બોસમાંથી આઉટ થયા પછી તેની ફરી એ સિરીયલમાં વાપસી થઇ છે. જો કે હાલમાં તે પોતાનું વેકેશન ગાળવા માટે માલદીવ ગઇ છે. જ્યાં તેણે એક ફોટોશૂટ કરીને સોશિયલ મીડિયા પર પોતાના ફેન સાથે શેર કર્યું છે. જેમાં તે ઘણી હોટ અને સેક્સી લાગી રહી છે.
માલદીવના બિચ પર કરાવેલા તેના આ ફોટો શૂટમાં તેણે વ્હાઇટ લાઇનીંગ ધરાવતા બ્લેક કલરના ક્રેપ શોર્ટ સ્કર્ટની સાથે બિકીની બ્રા ટોપ પહેર્યું છે, જેમાં તે ઘણી સુંદર લાગી રહી છે. પ્રેગનન્સી દરમિયાન દલજીતનું વજન ઘણું વધી ગયું હતું, જો કે હવે તેણે પોતાનું વજન ઉતારીને ફરી પોતાને સ્લિમ અને હોટ બનાવી લીધી છે. તેણે ટીવી અભિનેતા શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા, જો કે તેમના લગ્ન વધુ ટક્યા નહોતા અને થોડા સમયમાં જ તેમણે છુટાછેડા લઇ લીધા હતા. તેને એક પુત્ર છે અને તેનું નામ જેડાન છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બીજા લગ્ન કરવા માગે છે કે જેથી તેના પુત્રને પિતાનો પ્રેમ પણ મળી શકે.
View this post on Instagram
Fully energised n rejuvenated !!! #maldives #traveldiaries #sunaquairuveli