આયરલેન્ડની પ્રસિદ્ધ મમીનો અભ્યાસ કરતા 2600 વર્ષ પહેલાં હત્યા થયાનું સામે આવ્યું

આયરલેન્ડની પ્રખ્યાત મમી તાકાબુટની હત્યા 20 વર્ષની ઉંમરમાં થઈ હતી, કોઈએ તેની પીઠ પર ચપ્પુ માર્યા હતા, એમ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું હતું. માનવામાં આવે છે કે તાકાબુટ એક ઉચ્ચ સ્તરની મહિલા હસ્તી હતી જે આશરે 2600 વર્ષ પહેલાં પ્રાચીન ઈજિપ્તના થેબેસ શહેરમાં રહેતી હતી, વર્તમાનમાં ત્યાં લક્ઝર શહેર સ્થિત છે. દાયકાઓથી તેમના મૃત્યુનું કારણ એક રહસ્ય હતું.

તેમની મમી આયરલેન્ડમાં 1834માં મળી આવી હતી. તેમનાં મૃત્યુની સાથે નવા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તેમના વાળ કર્લી અને સોનેરી રંગના હતા. નિષ્ણાતોએ એક્સ-રે અને સીટી સ્કેનનો ઉપયોગ કરી તેમના હ્રદયને પણ શોધી કાઢયું હતું. તેમના મોંઢામાં એક દાંત વધારાનો હતો અને કરોડ રજ્જુમાં એક હાડકું વધારાનું હતું.