મેક્સ વિમાનો ગ્રાઉન્ડેડ થવાથી બોઇંગને મોટો ફટકો : 22 વર્ષોમાં પહેલી વાર ખોટ નોંધાવી

બે દાયકા કરતા વધુ સમયમાં બોઇંગે પહેલી વાર વાર્ષિક ખોટ નોંધાવી છે. ૭૩૭ મેક્સ વિમાનો અનિશ્ચિત સમય માટે જમીન પર ઉતારી દેવાતા કંપનીની આવક ઘટી હતી અને ખર્ચા વધ્યા હતા.
એરોસ્પેસ જાયન્ટે ચોથા ત્રિમાસિકમાં એક અબજ ડૉલરની ખોટ કરી હતી અને સમગ્ર ૨૦૧૯માં ૬૩૬ મિલિયન ડૉલર્સની ખોટ નોંધાવી હતી. ૧૯૯૭ બાદ પહેલી વાર બોઇંગ કંપની ખોટમાં આવી છે.

મેક્સ વિમાનોને કારણે કંપનીને નવો ૯.૨ અબજ ડૉલર્સનો ખર્ચ આવ્યો છે. બે મેક્સ વિમાનોની દુર્ઘટનામાં ૩૪૬ લોકો માર્યા ગયા એના પગલે માર્ચથી મેક્સ વિમાનો ગ્રાઉન્ડેડ છે. આ વિમાનો ગ્રાઉન્ડેડ થવાથી બોઇંગને ઘણી રીતે કમાણીમાં ગાબડું પડ્યું છે. ગ્રાહકોને નવા વિમાનોની ડિલિવરી પણ અટકી ગઈ છે. જે કમાણીનો મુખ્ય સ્ત્રોત છે.

ચોથા ક્વાર્ટરમાં બોઇંગની આવક ૩૬.૮% ઘટીને ૧૭.૯ અબજ ડૉલર્સ રહી હતી. જ્યારે 2019ની આવક 24.3% ઘટીને ૭૬.૬ ડૉલર્સ હતીએ. બોઇંગે કહ્યું કે ઉત્પાદન સમયપત્રકમાં ફેરફારથી ખર્ચામાં ૨.૬ અબજ ડૉલર્સનો ઉમેરો થયો છે