‘શાબાશ મિતુ’ નો ફર્સ્ટ લુક રિલીઝ, મિતાલી રાજના કિરદારમાં જોવા મળી તાપસી પન્નુ

ખુબ જ ટૂંકા ગાળામાં તાપસી પન્નુ બોલિવુડમાં એવી અભિનેત્રીઓમાં સામેલ થઇ ચુકી છે, જે પોતાના પાત્રને કોઇપણ હદ સુધી લઇ જવામાં સંકોચાતી નથી, છેલ્લા કેટલાક વર્ષોમાં તાપસીએ સ્ક્રિન પર નિભાવેલા અલગ અલગ પાત્રો દ્વારા પોતાની એક અલગ ઓળખ સ્થાપી દીધી છે. પોતાની આગલી ફિલ્મમાં તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજનો રોલ નિભાવી રહી છે.

જાહેરાત સમયે જ આ ફિલ્મ ચર્ચામાં હતી અને હવે તેનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં તાપસી પન્નુ મિતાલીના ગેટઅપમાં ઘણી કન્વિન્સીંગ લાગી રહી છે અને ફેન્સને પણ તેનો આ લુક ઘણો ગમ્યો છે.

મિતાલી રાજ પર બની રહેલી બાયોપિકનું નામ શાબાશ મિતુ છે અને તાપસીએ તેનો ફર્સ્ટ લુક પોસ્ટર ટિ્વટર શેર કર્યો છે. તેણે લખ્યું હતું કે મને હંમેશા એવું પુછવામાં આવ્યું છે કે મારો ફેવરિટ મેલ ક્રિકેટર કોણ છે, પણ તેમને જરૂર એવું પુછાવું જોઇએ કે તેમની ફેવરિટ મહિલા ક્રિકેટર કોણ છે. આ એ સ્ટેટમેન્ટ છે જેણે દરેક ક્રિકેટ પ્રેમીને પુછવા મજબૂર કર્યા હતા કે તેને ગેમ પસંદ છે કે એ ગેમને રમનાર જેન્ડર. મિતાલી રાજ તુ એક ગેમ ચેન્જર છે.