નીતિશ કુમારની મોટી કાર્યવાહી, પ્રશાંત કિશોરને જેડીયુમાંથી હાંકી કાઢ્યા

જેડીયુમાં ચાલી રહેલી આંતરિક સાઠમારીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આખરે પ્રશાંત કિશોરને જેડીયુમાંથી તગેડી મૂકીને મોટી કાર્યવાહી કરી છે. પ્રશાંત કિશોરની સાથે સાથે પવન શર્માને પણ બહરાનો દરવાજો બતાવ્યો હતો.

તમને જણાવી દઇએ કે બુધવારે નીતીશ કુમારે પ્રશાંત કિશોર પર મોટો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે જે પાર્ટીમાંથી બહાર જવા માંગે છે તો જઇ શકે છે. તેમના નિવેદન બાદથી માનવામાં આવી રહ્યું છે કે જેડીયુ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે.

નીતીશ કુમારે કહ્યું કે પ્રશાંત કિશોરને ફક્ત અમિત શાહના કહેવાથી પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા હતા. નીતીશ કુમારના આ નિવેદન બાદ પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે નીતિશ કુમાર મને પાર્ટીમાં લઈ જવા અંગે આવી રીતે જુઠ્ઠું કેવી રીતે બોલી શકે છે. તમે નિષ્ફળ પ્રયાસ કર્યો છે. મારો રંગ તમારા જેવો નથી.

વ્યૂહરચનાકાર અને પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રશાંત કિશોર મંગળવારે બિહારમાં સત્તાધારી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ની બેઠકમાં હાજર થયા ન હતા. આવી સ્થિતિમાં કિશોરે જેડીયુ સાથે છે કે નહીં તેને લઈ ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી. આ વિષય પર જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કહ્યું કે ભાજપના નેતા અમિત શાહના કહેવાથી પ્રશાંત કિશોરને પાર્ટીમાં લેવામાં આવ્યા હતા અને હવે તેઓ જ્યાં ઇચ્છે ત્યાં જઇ શકે છે.

જેડીયુની આ બેઠક આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે બોલાવવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પ્રશાંત કિશોર અને પવન વર્મા વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. અમારે ત્યાં આવી ટવિટનો કોઈ અર્થ નથી. જેને ટવિટ કરવાની હોય તે કરે, અમારી પાર્ટીમાં બુદ્વિજીવી અને મોટા નેતાઓ માટે કોઈ જગ્યા નથી. બધા જ સામાન્ય અને ગ્રાઉન્ડ લેવલે કામ કરતા લોકો છે. કોઈને અમે થોડા જ પાર્ટીમાં લાવ્યા હતા.