તૂટી રહ્યું છે ગુજરાત જેવડું મોટું ગ્લેશિયર, પિગળી ગયું તો નવ કરોડ લોકો પર આવી પડશે મોટી આફત

આ નાનું અમથું ગ્લેશિયર નથી. આનું કદ ગુજરાતના ક્ષેત્રફળ જેટલું બરાબર છે. એટલું જ નહીં આ ગ્લેશિયર દરિયાની અંદર અનેક કિલોમીટરની ઉંડાઈમાં ડૂબી ગયો છે. પરંતુ હવે સૌથી મોટી ચિંતા એ છે કે તે ખૂબ ઝડપથી ઓગળી રહ્યું છે. જો આવું થાય તો આગામી 50 વર્ષમાં આખા વિશ્વના તમામ સમુદ્રના પાણીનું સ્તર બે ફૂટ અને 70 વર્ષમાં પાંચ ફૂટ જેટલું વધી જવાની આશંકા છે.

આ ગ્લેશિયરનું નામ થ્વાયેટ્સ છે. તે એન્ટાર્કટિકાના પશ્ચિમ ભાગમાં સ્થિત છે. તેને ડૂમ્સ-ડે ગ્લેશિયર પણ કહેવામાં આવે છે. મતલબ કે ગ્લેશિયર જે કયામતના દિવસે પિગળશે. છેલ્લા 30 વર્ષમાં તેની ગલન ક્ષમતાનો દર બમણો થયો છે.

થ્વાયેટ્સ ગ્લેશિયરનું ક્ષેત્રફળ 192,000 ચોરસ કિલોમીટર છે. એટલે કે કર્ણાટકના ક્ષેત્રફળ 191,791 ચોરસ કિલોમીટર કરતા થોડું વધારે છે અને ગુજરાતના ક્ષેત્રફળ 196,024 ચોરસ કિલોમીટર કરતા થોડું ઓછું છે.

સૌથી મોટી વાત એ છે કે થ્વાયેટ્સ ગ્લેશિયરની સમુદ્રની અંદર પહોળાઈ 468 કિલોમીટર છે. આ ગ્લેશિયરમાંથી મોટા પ્રમાણમાં આઇસબર્ગ સતત તૂટી રહ્યા છે. યુકેની યુનિવર્સિટી ઓફ એક્સેટરના પ્રોફેસર એલી ગ્રાહમે કહ્યું કે તાજેતરમાં ગ્લેશિયરમાં મોટું કાણું પાડવામાં આવ્યું હતું.

આ કાણા દ્વારા આ ગ્લેશિયરની અંદર એક રોબોટ મોકલવામાં આવ્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે આ ગ્લેશિયર દરિયાની અંદરથી ખૂબ ઝડપથી તૂટી રહ્યું છે. તેમાં ગ્રેટ બ્રિટનના આકારનું કાણું પડી ગયું છે.

જો આ ગ્લેશિયર તૂટી જાય તો વિશ્વભરના મહાસાગરોની જળ સપાટી બેથી પાંચ ફૂટ વધી જવાની શક્યતા છે. આનાથી સમગ્ર વિશ્વના દરિયાકાંઠાના વિસ્તારોને અસર થશે. માલદીવ જેવા ઘણા દ્વિપક્ષીય દેશો પાણીમાં ડૂબી જશે. અમેરિકાનું બોસ્ટન શહેર દરિયાઈ આફતમાંથી ઉગરી જવા માટે અત્યારથી જ તૈયારીમાં લાગી ગયું છે.

બોસ્ટન તેના દરિયાકાંઠાના વિસ્તારોને લગભગ 11 ફુટ જેટલા ઉંચા કરી રહ્યું છે. જેથી જો ગ્લેશિયર તૂટવાને કારણે સમુદ્રનું લેવલ વધી જાય તો શહરને સંભવિત નુકશાનથી બચાવી શકાય.

જો 2100 સુધીમાં થ્વાયેટ્સ ગ્લેશિયર સંપૂર્ણપણે ઓગળી જશે, તો 12 વિકાસશીલ દેશોની લગભગ 9 કરોડ વસ્તીને રહેવા માટે નવી જગ્યા શોધવી પડશે. વિશ્વના લોકો આટલા મોટાપાયા પર વિસ્થાપનને સહન કરી શકશે નહીં. ઘણા દેશોની આર્થિક પરિસ્થિતિ બગડશે.