ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ ફરી બાંયો ચઢાવી, આદિવાસીઓ માટે કહી આવી મોટી વાત

ગાંધીનગર ખાતે ખોટા આદિવાસી પ્રમાણ પત્રો લીધા હોવા છતાં આંદોલન કરતા લોકો સામે અસલ આદિવાસીઓને મોરચો માંડ્યો છે. આદિવાસી સમાજ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેને અનેક ધારસભ્યો અને સાંસદો તરફથી સમર્થન મળી રહ્યું છે. હવે આ યાદીમાં સાંસદ મનસુખ વસાવાનું નામ પણ જોડાયું છે. મંગળવારે જ આ મામલે સરકાર સામે બાંયો ચડાવનાર મનસુખ વસાવા બુધવારે આંદોલન કરી રહેલા આદિવાસી આંદોલનકારીઓને સમર્થન આપવા પહોંચ્યા હતા. તેમજ દાહોદના ધારાસભ્ય વજુભાઈ પણદા અને ઝાલોદના યુવા ધારાસભ્ય ભાવેશ કટારા પણ આંદોલનકારીઓને સમર્થન માટે સત્યાગ્રહ છાવણી છે.

ભાજપના વધુ એક નેતાની ભાજપ અને અધિકારીઓ સામેની નારાજગી સામે આવી છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ.

ગાંધીનગરમાં આદિવાસી સમાજના આગેવાનો આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રોને લઇને ધરણા પર બેઠા છે તે મામલે ભાજપના સાંસદ મનસુખ વસવાએ જણાવ્યું હતું કે, પૈસા આપીને ખોટા પ્રમાણપત્રો લઇન આદિવાસીઓનો અધિકાર ભોગવશે, ગાંધીનગરમાં ધરણા પર બેઠેલા લોકોને મારૂ ખુલ્લુ સમર્થન છે. હું બીજા આદિવાસીઓ નેતાઓને પણ કહુ છુ કે, તમારામાં તાકાત હોય તો આદિવાસીઓને સમર્થન કરો નહીં તો આદિવાસી નેતા બનાવાનું બંધ કરી દો.