દિલ્હીની ચૂંટણીમાં ભાજપને મોટી રાહત, આ પાર્ટીએ કરી સમર્થન આપવાની જાહેરાત

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના ભાગીદાર ભાજપ અને શિરોમણી અકાલી દળ એક બીજા સાથે જોવા મળશે. અકાલી દળે ભાજપને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ ટૂંક સમયમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. તમને જણાવી દઇએ કે અગાઉ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને બંને પક્ષો વચ્ચે કોઈ જોડાણ નહોતું.

આ અગાઉ ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંઘ બાદલે કહ્યું હતું કે પંજાબમાં શિરોમણી અકાલી દળનું ભાજપ સાથે જોડાણ છે.

શિરોમણી અકાલી દળે જાહેરાત કરી હતી કે દિલ્હીની ચૂંટણી લડશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે અકાલી દળે કહ્યું હતું કે સાથી પક્ષે નાગરિકતા સુધારો અધિનિયમ પર પોતાનું વલણ બદલવા કહ્યું હોવાને કારણે તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં.