કીંગ ખાન માટે 2020 સફળ રહેશે કે? ફિલ્મોની ગાડીને ફરી પાટે ચઢાવવા શાહરૂખ ખાનનું આ છે મેગા પ્લાનીંગ

બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન હવે ફરી સક્રિય થયો છે. 2020માં કીંગ ખાનની ફિલ્મો રિલીઝ થશે અને એમાં મોટા બેનરની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.‘ઝીરો’ ફિલ્મની નિષ્ફળતા પછી શાહરૂખ ખાન લાંબા સમયથી બ્રેક લઈને બેઠો છે, અને ફિલ્મોની વાત કરીએ તો હાલ શાહરૂખ ખાન આરામ ફરમાવી રહ્યો છે. ફરી સફળતાની સીડી ચડાવી શકે તેવી ફિલ્મના ઈંતેજારમાં તે હતો.અને હવે અંતે તે ઈંતેજાર તેનો પૂરો થઈ ગયો છે.

શાહરુખ તો અત્યારે ખુશ ખુશ થઈ ગયો છે, કારણ કે સફળ ફિલ્મોના સુપરહીટ બેનર એવા યશરાજ, કરણ જોહર, વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હિરાણીની જોડી જેવા હિટ દિગ્દર્શકોએ તેનો હાથ પકડ્યો છે. વિદુ વિનોદ ચોપરા અને હિરાણીને હીટ ફિલ્મોની ગેરંટી માનવામાં આવે છે. શાહરુખ ખાને આ બેનરની ફિલ્મ સાઈન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમિર ખાનની જેમ તેનો બેડો પાર થઈ જશે અને કદાચ તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક બની જશે તે નવાઈની વાત નથી.

યશરાજ બેનર અને કરણ જોહર પણ મોટા છે, પણ તેમની ફિલ્મો નિષ્ફળ પણ જાય છે. જેમ કે, યશરાજની છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી ફિલ્મો નિષ્ફળ ગઈ છે, જ્યારે કરણ જોહરની ‘કલંક’ ફિલ્મના દાખલો લઈ લો, આમ છતાંય તે બંને બેનરની ફિલ્મો કરવી જેવી તેવી વાત નથી. શાહરુખની ગાડી પાટે તો ચડી જ જાય. આથી શાહરુખનું 2020 અને 2021નાં વર્ષો સારાં જશે. આ ઉપરાંત બોલીવૂડથી પણ વધારે સફળ ફિલ્મો આપતા સાઉથના ડિરેક્ટરોમાંના એક ક્રિષ્ના ડીકે અને રાજ નિદીમોટુની પણ એક ફિલ્મ તે કરી રહ્યો છે. આ ફિલ્મ પણ તેના માટે ચેસનો રાજા બની જશે. આથી એકસાથે તેણે અત્યારે ત્રણથી ચાર ફિલ્મો સાઈન કરી લીધી છે.

યશરાજની ફિલ્મનું દિગ્દર્શન 2019ની બ્લોક્બસ્ટર ‘વૉર’ના ડિરેક્ટર સિધ્ધાર્થ આનંદ કરશે, જે 20121માં રિલીઝ થશે. આ એક્શન ડ્રામા હશે. આ ફિલ્મ યશરાજના 50 વર્ષની બોલીવૂડની કારકિર્દીની ઉજવણીના ભાગરૂપે હશે. શાહરુખની યશરાજ સાથે કરેલી છેલ્લી ફિલ્મ ‘ફેન’ હતી. આ ઉપરાંત તેણે યશરાજ બેનરની કરેલી અન્ય ફિલ્મોમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘ડર’, ‘મહોબ્બતેં’, ‘જબ તક હૈ જાં’, ‘રબને બના દી જોડી’, ‘દિલ તો પાગલ હૈ’, ‘ચક દે ઈન્ડિયા’નો સમાવેશ થાય છે.

યશરાજ બેનરની પણ 50 વર્ષની ઉજવણીના 2020માં ‘બન્ટી ઔર બબલી-2’, ‘જયેશભાઈ જોરદાર’, ‘શમશેરા’, ‘પૃથ્વીરાજ’, ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ જેવી ફિલ્મો છે. જોકે હજુ આગળનું તેમનું પ્લાનિંગ છે, જેમાં તેઓ આ વર્ષે મોટા બજેટની ફિલ્મો જાહેર કરશે, જે રણબીર કપૂર, શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને લઈને બનાવશે.

યશરાજ બેન ઉપરાંત શાહરૂખ કરણ જોહરની ફિલ્મમાં પણ ચમકવાનો છે. આ ફિલ્મમાં જોકે ખાન સાથે રણબીર કપૂર પણ હશે. તે એક સોશિયલ કોમેડી ફિલ્મ કરવાનો છે, જે વિદુ વિનોદ ચોપરાની હોવાનું કહેવાય છે. શાહરુખની ગાડી 2020માં ફરી પાટે ચઢે છે નહીં તે જોવાનું રહેશે.