સલમાન ખાનની તોછડાઈ: ફેન્સ લેવા માંગતો હતો સેલ્ફી, તો સલમાને એવું કર્યું કે લોકો ગુસ્સે ભરાયા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો ગુસ્સો કરવાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પોતાના ચાહકોને ખૂબ ચાહનારા સલમાન ખાન આ વખતે તેના ચાહકો પર ગુસ્સે થયો. હકીકતમાં સલમાનને આ વખતે ગુસ્સો આવ્યો જ્યારે તે ગોવા એરપોર્ટની બહાર આવી રહ્યો હતો અને એક ફેન તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે સલમાન ખાનના ગુસ્સોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જૂઓ વીડિયો…

https://www.instagram.com/p/B72-hyFnJQN/?utm_source=ig_web_copy_link

હવે જાણીએ કે આખરે થયું શું હતું. હકીકતમાં સલમાન ખાન  ગોવા એરપોર્ટની બહાર આવી રહ્યો હતો, ત્યારે એક પ્રશંસકે તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો. તે સમયે સલમાન ખાન ગુસ્સે થયો અને તેણે આ ચાહકનો ફોન છીનવી લીધો અને તે પોતાની સાથે લઈ ગયો. વીડિયોમાં સલમાન ખાન સ્પષ્ટ રીતે ચાહકનો ફોન છીનવી રહ્યો હોવાનું જોઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન ઘણા લાંબા સમયથી ખૂબ શાંત દેખાઈ રહ્યો હતો, પરંતુ અત્યારે તેનો આ વીડિયો ચોંકાવનારો છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાને આવું કૃત્ય કર્યું છે. આ પહેલા તેણે પોતાના ચાહકો સાથે ઘણી વાર આ કામ કર્યું છે.