શિયાળામાં ચોમાસું ફ્રી: આગામી 24 ક્લાકમાં ગુજરાતના આ શહેરોમાં વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડી સાથે ચોમાસાનો અનુભવ થાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી 24 ક્લાકમાં કેટલીક જગ્યાએ હળવાથી અતિ હળવો વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. 28 એટલેકે આજે અને 29મીએ એટલે કે આવતીકાલ દરમિયાનમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

નોર્થ વેસ્ટ ડિરેક્શનમાં પવનો ફૂંકાઈ રહ્યા છે અને આના કારણે હવામાનમાં ફેરફારની અસર વર્તાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કેટલીક જગ્યાએ હળવો વરસાદ થવાની શક્યતા જોવા મળી છે. ઉત્તર રાજસ્થાનથી માંડીને સમગ્ર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.

આજે અને આવતીકાલે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ટીપાટૂપી થવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારોમાં પોરબંદર, દ્વારકા, વેરાવળ, જામનગર, દ્વારકા અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે.

હાલમાં ખેતરોમાં કપાસની વાવણી કરવામાં આવી રહી છે. ઠંડી સાથે વરસાદી માહોલ જામતા ખેડુતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાવણી કરાયેલા પાકને હળવા વરસાદથી નુકશાન થવાની ભીંતી જોવા મળી રહી છે.

આજે દિવસ દરમિયાન ગુજરાતભરમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. સૂરજ સંતાકૂકડી જણાયો હતો. જ્યારે દિવસ દરમિયાન પણ ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે.