ઘરે બેઠાં બેઠાં એક જ કોલ પર કરાવો રેલ ટીકીટ કેન્સલ, આવી રીતે મળશે રિફંડ

ઘણી વખત રેલ્વે ટીકીટ બુકિંગ સેન્ટર દૂર હોવાને કારણે લોકો તેમની ટિકિટ રદ કરી શકતા ન હતા, અને તેમના બધા પૈસા ડૂબી જતા હતા. પરંતુ આવા લોકો માટે હવે રેલવે ટીકીટ કેન્સલ કરવાની સુવિધા ફોન પર ઉપલબ્ધ થઈ ગઈ છે. એટલે કે, તમે ફક્ત એક ફોન કોલ દ્વારા ટીકીટને કેન્સલ કરી શકો છો. અમે તમને રેલ્વેના આ નિયમ વિશે વિગતવાર જણાવીશું.

આ રેલ્વે સુવિધા મુસાફરો માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે. જો તમારી ટ્રેન સવારે 6 વાગ્યે છે, તો તમે ફોન પર આ ટીકીટ બપોરે 2 વાગ્યે રદ કરી શકો છો. આ સુવિધા મેળવવા માટે મુસાફરોએ માત્ર રેલવે તપાસ નંબર 139 કોલ કરવો પડશે.

સૌ પ્રથમ ફોન પર એક જ ટીકીટ રદ કરવામાં આવશે, જે તમે રેલ્વે કાઉન્ટરથી લીધી છે. ઓનલાઇન ટીકીટ ફોન કોલ્સ દ્વારા રદ કરી શકાતી નથી. કાઉન્ટરની ટીકીટ રદ કરતી વખતે ટીકીટ તમારી સાથે રાખો, કારણ કે ફોન પર રદ થતાં રેલ્વે કર્મચારીઓ ટીકીટ સંબંધિત વિગતો માંગશે.

કાઉન્ટરની ટીકીટ રદ કરવા માટે મુસાફરને તે જ ફોન નંબર પરથી 139 પર કોલ કરવો પડશે, જે રિઝર્વેશન દરમિયાન ફોર્મમાં ભરવામાં આવ્યું હતું. એટલે કે ટીકીટના રિઝર્વેશન દરમિયાન આપવામાં આવેલા મોબાઇલ નંબર. તમારી કન્ફર્મ કાઉન્ટર ટીકીટ આ માધ્યમથી ટ્રેનના રવાના થવાના નિર્ધારિત ચાર કલાક પહેલાં રદ કરવામાં આવશે. આ પછી રદ કરવા પર કોઈ રીફંડ નહીં આવે.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 139 પર કોલ કરવા પર તમને વિકલ્પ તરીકે 6 નંબર બટન દબાવવાનું કહેવામાં આવશે. 6 નંબરનું બટન દબાવવા પર કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ તમને ફોન પર PNR અને ટ્રેન નંબર પૂછશે. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર ઓપીટી (વન ટાઇમ પાસવર્ડ) આવશે. એક્ઝિક્યુટીવને મોબાઇલ પર ઓટીપી નંબર કહેવાનો રહેશે. આ પછી તમારા મોબાઇલ પર એક એસએમએસ આવશે કે તમારી ટીકીટ રદ કરવામાં આવી છે.

આ સિવાય જો એક ટીકીટ પર મુસાફરોના નામ હોય અને બે ટીકીટ રદ કરવાની હોય તો એક્ઝિક્યુટીવએ જે મુસાફરોની ટીકીટ રદ કરવાની છે તેના નામ જણાવવાના રહેશે. ત્યારબાદ બે પેસેન્જર ટીકીટ રદ કરવામાં આવશે અને બે પેસેન્જર તે પીએનઆર પર મુસાફરી કરી શકશે.

રિફંડ મેળવવા માટે ટીકીટ રદ થયાના સમયથી 24 કલાકની અંદર રેલ્વે કાઉન્ટર પર જવું પડે છે. એટલે કે રદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયાના 24 કલાકની અંદર તમારે કોઈ પણ સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર પહોંચવું પડશે અને ફોન પર ટીકીટ રદ કરવાની માહિતી આપવી પડશે. તે પછી કાઉન્ટર પર બેઠેલા કર્મચારીને ફોન દ્વારા ટીકીટ કેન્સલ દરમિયાન પ્રાપ્ત થયેલો ઓટીપી નંબર જણાવવાનું રહેશે. આ પ્રક્રિયા પછી તમને ટ્રાવેલ કાઉન્ટર પરથી રિફંડ મળશે.

ધ્યાનમાં રાખો તમે ફક્ત ફોન પર જ કન્ફર્મ કાઉન્ટર ટીકીટને કેન્સલ કરાવી શકો છો. વેઇટિંગ ટીકીટ માટે ફોન પર કેન્સલ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી. આ સુવિધા શરૂ થવાથી મુસાફરોનો સમય બચશે. ઉદાહરણ તરીકે રિઝર્વેશન ચાર્ટ બને તે પહેલાં જો મુસાફરીનો પ્રોગ્રામમાં ફેરફાર જાય  તો પછી તમે ઘરે બેસીને ટીકીટને કેન્સલ કરી શકો છો.