ગુજરાતના કોમી રમખાણ, 17 દોષીઓને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, સામાજિક અને ધર્મ સેવા કરવાનો આદેશ આપ્યો

2002ના ગુજરાત રમખાણો કેસમાં સુપ્રીમ કોર્ટે સરદારપુરા અને અવધ રમખાણોના 17 દોષિતોને શરતી જામીન આપ્યા હતા. કોર્ટે ગુનેગારોને બે અલગ અલગ બેચમાં મુક્યા છે. એક બેચને ઇન્દૌર અને એક બેચને જબલપુર મોકલવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તમામ ગુનેગારોને કહ્યું હતું કે તેઓ જામીન પર હોય ત્યારે સામાજિક અને ધાર્મિક કાર્ય કરશે.

સુપ્રીમ કોર્ટે ઈન્દોર અને જબલપુરના કાયદાકીય અધિકારીઓને જામીન દરમિયાન આરોપીઓ આધ્યાત્મિક અને સામાજિક કાર્ય કરે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કોર્ટે અધિકારીઓને તેમની આજીવિકા માટે કામ કરવા પણ જણાવ્યું છે. કોર્ટે સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટીને કમ્પ્લાયન્સ રિપોર્ટ ફાઇલ કરવા જણાવ્યું છે.

અધિકારીઓને સુપ્રીમ કોર્ટે જામીન દરમિયાન દોષિતોના વર્તન અંગે રિપોર્ટ આપવા પણ જણાવ્યું છે. ગોધરા પછી  ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અનેક તોફાનો થયાં હતાં, જેમાં 33 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આ તમામ ગુનેગારોને સામાજિક કાર્યમાં ભાગ લેવો પડશે. આ દોષિતોને અઠવાડિયામાં ઓછામાં ઓછા 6 કલાક સામાજિક કાર્ય કરવું પડશે.

જામીન આપવાની શરતોમાં પૈકી એક શરત એવી છે કે દોષિતોએ અઠવાડિયા દરમિયાનનો રિપોર્ટ લોકલ પોલીસને કરવાનો રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ઈન્દૌર અને જબલપુરની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નિર્દેશ આપ્યો છે કે, દોષિતો જામીનની શરતોનું સંપૂર્ણ પાલન કરે તે જોવાનું રહેશે.