મહિલા ડાન્સર કો-ઓર્ડિનેટરનો ધડાકો: “ગણેશ આચાર્ય મને જબરદસ્તી પોર્ન બતાવવાનો પ્રયાસ કરતાં હતા”

બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય હાલમાં સતત સમાચારોમાં ઝળકી રહ્યા છે. ગણેશ આચાર્ય પર 33 વર્ષની એક મહિલા ડાન્સર કોઓર્ડિનેટરે ગંભીર આરોપ મુકતા મહિલા પંચમાં ફરિયાદ નોંઘાવી છે. આ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે જ્યારે હું ડાન્સના ક્ષેત્રે મારી કેરિયરની શરૂઆત કરી રહી હતી ત્યારે ગણેશ આચાર્ય સાથે મેં કામ કરવાનું શરૂ કર્યું હતું. એ દરમિયાન તેઓ શક્તિશાળી હતા અને મને જબરદસ્તી પોર્ન જોવા માટે કહેતા હતા.

આ બાબતે મીડિયા સાથે થયેલી વાતચીતમાં મહિલા કોઓર્ડિનેટરે જણાવ્યું હતું કે એ દિવસોમાં હુ નવી હતી અને મારી કેરિયરની શરૂઆત જ કરી હતી. ગણેશ માસ્ટર ત્યારે પણ મોટા કોરિયોગ્રાફર હતા. ગણેશ માસ્ટર મને ફી આપવાના બહાને તેની કેબિનમાં બોલાવતા હતા અને પોર્ન ફિલ્મ ચાલુ કરી દેતા હતા, હું જયારે પુછતી કે આ શું કરી રહ્યા છો ત્યારે મને કહેતા કે આ જો તને મજા આવશે.

મહિલાએ કહ્યું હતું કે ગણેશ આચાર્યએ મારી સાથે બીજી કોઇ જાતની જબરદસ્તી કરવાનો પ્રયાસ ન કર્યો, કે કોઇ બીજી ખોટી હરકત કરી નહોતી પણ જબરદસ્તી પોર્ન જોવા મજબૂર કરવું એક છોકરીને ઓફિસમાં બોલાવીને પોર્ન ચાલુ કરવું અને તેને જોવા માટે તેને દબાણ કરવું શું જાતિય શોષણની શરૂઆત નથી.