વિરોધ કરનારાઓને વધુ એક મોટો ફટકો: NPRની પ્રક્રિયા પર સ્ટે આપવા સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, નોટીસ ઈશ્યુ

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(NPR)ની પ્રક્રિયા પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. જોકે, કોર્ટે નોટીસ ઈશ્યુ કરી છે. NPR પર રોક લગાવવા માટે સોમવારે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

જાહેરહિતની અરજીમાં દલીલ આપવામાં આવી હતી કે આધાર ડેટામાં સિક્યોરીટીની ગેરંટી છે પરંતુ નાગરિક્તા(નાગરિકોનું રજિસ્ટ્રેશન અને ઓળખપત્ર)ના નિયમ-2003મ અંતર્ગત એકત્ર કરવામાં આવી રહેલી માહિતીના દુરુપયોગ અંગે કોઈ પણ પ્રકારની ગેરંટી આપવામાં આવી નથી.

અત્રે નોંધનીય છે કે દેશના વિવિધ ભાગોમાં CAA, NRC અને NPRનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો સામે ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સમર્થનમાં ઝૂંબેશ શરૂ કરી દીધી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે CAA પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો અને CAA માટે કેન્દ્ર સરકારને જવાબ ફાઈલ કરવા ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. આ ઉપરાંત CAAની સુનાવણી બંધારણીય બેન્ચ સમક્ષ કરવાની પણ અરજદારોના વકીલોએ કોર્ટમાં માંગ કરેલી છે.