અમિત શાહ બોલ્યા” PMના આદેશથી પોલીસે સરજીલ ઈમામ વિરુદ્વ નોંધ્યો છે દેશદ્રોહનો કેસ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી સરજીલ ઇમામ પર નિશાન સાધ્યું હતું. સોમવારે દિલ્હીના રિઠાલામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે તમે સરજીલ ઇમામનો વીડિયો જોયો હશે, જેમાં તે ઉત્તર-પૂર્વને ભારતથી અલગ કરવાની વાત કરે છે. તેણે દેશના ભાગલા પાડવાની વાત કરી.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી પોલીસને તેની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવા જણાવ્યું હતું. પીએમ મોદીના કહેવા પર પોલીસે સરજીલ ઈમામ સામે કેસ નોંધ્યો છે. અમિત શાહે કહ્યું કે મોદી સરકારમાં દરેકને આ અધિકાર છે, કેજરીવાલજી તમને પણ છે, ગાળા આપવાની હોય તો અમેન આપી દો, અમારી પાર્ટીને આપી દો, પણ ભારત માતાના ટૂકડા કરવાની વાત કરશો તમને જેલના સળીયા પાછળ જવું પડશે.

અમિત શાહે કહ્યું કે, થોડા સમય પહેલા જેએનયુમાં ‘ભારત તેરે ટુકડે હો એક હઝાર’ ના નારા લગાવ્યા હતા. વડા પ્રધાને આવા સૂત્રોચ્ચાર પોકારનારને ઉઠાવીને જેલમાં નાંખી દીધા હતા. પણ આ લોકો કહે છે કે તેમને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે.

અમિત શાહે કહ્યું કે વડા પ્રધાને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક રીતે પ્રતાડિત  લઘુમતીઓ માટે સીએએ લાવ્યા. કેજરીવાલ કહે છે કે ભાજપને પાકિસ્તાનીઓની ચિંતા છે. તેમણે કહ્યું કે  ભાગલા થયા પછી લાખો શરણાર્થીઓ દિલ્હી આવ્યા છે, તે આપણા ભાઈ-બહેન છે. તમે તેમને પાકિસ્તાની કહો છો તો આ વાત શરમજનક છે.

કેજરીવાલ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે રાજકારણ કરનારાઓએ ઘણા જોયા છે, પરંતુ આવી નિમ્ન રાજનીતિ કરનારા મુખ્યમંત્રીને જીવનમાં ક્યારેય જોયા નથી. દિલ્હીના કરોડો ગરીબોને પાંચ લાખની યોજનાથી વિમુખ કરી દેવામાં આવ્યા છે.