સુરતથી ભાગેલા વેવાઈ-વેવાણ માત્ર પાંચ દિવસમાં જ પડ્યા છૂટા, કહ્યું “ભૂલ થઈ ગઈ”, પતિનો અપનાવવા ઈન્કાર

સુરતમાં લગ્ન પહેલા વરરાજા અને વહુના માતા-પિતા ભાગી ગયા હોવાની ઘટના બની હતી. જેના કારણે લગ્નના બંધને બંધાવવા જઈ રહેલા વર-વધુનો સંબંધ તૂટી ગયો હતો. ત્યારે હવે ગઈકાલે નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનમાં વેવાણ હાજર થઇ હતી. પાંચ દિવસ પહેલાં જ સુરતમાંથી વેવાઇ-વેવાણ ભાગી ગયા હતાં. પોલીસ સ્ટેશનમાં વેવાઈ અને વેવાણે માત્ર એટલું જ લખાવ્યું હતું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે.

આ મામલો બહુ ચર્ચાયો હતો, તેમાંથી વેવાણ ગઈકાલે વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થઇ હતી. હવે આ વેવાણના પતિએ તેને અપનાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જેને લઇને હવે વેવાણના પિતા સુરતથી પોતાની દીકરીને લેવા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશને કોઇ હસ્તી ઉમટે તેમ વેવાણને જોવા માટે ટોળું એકત્ર થયું છે. બંનેના વ્યક્તિ પ્રેમ પ્રકરણમાં સમજૂતીથી છુટા પડી ગયા છે. હાલ વેવાણ પોતાના પિતાના ઘરે રહેવા લાગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકોના લગ્ન પહેલા જ વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. દીકરાના લગ્ન પહેલા પિતા વેવાણને લઈને ભાગ્યા હતા. અગાઉ એકબીજાથી પરિચિત અને ભૂતપૂર્વ પ્રેમી-પ્રેમિકા સંતાનોને પરણાવવાને બદલે એકબીજાની સાથે ભાગી ગયા હતા. આગામી 14 ફેબ્રુઆરીએ છોકરા-છોકરીના લગ્ન થવાના હતા. પરંતુ બંનેના માતા-પિતા એટલે કે વેવાઈ-વેવાણ ભાગી જતા બંને પરિવારોએ લગ્નનો ઈન્કાર કરી દીધો છે. ત્યારે હવે આ વેવાણને તેના પતિએ સ્વીકારવાનો ઇન્કાર કરતા વેવાણના માતાપિતા પોતાની દીકરીને લેવા પહોંચ્યા છે.