લગ્ન પહેલાં સેક્સને લઈ સરકાર ટેન્શનમાં, “નો સેક્સ”ની અપીલ પાછળ છે ચોંકાવનારું કારણ

યુવક અને યુવતીઓમાં લગ્ન પહેલાં સેક્સના વધી રહેલા બનાવોને ગંભીરતાથી ધ્યાનમાં લઈ સરકાર દ્વારા લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે. લગ્ન પહેલાં સેક્સ કરવાના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે અને હવે સરકારે જાહેર અપીલ કરવી પડી છે.

બ્રાઝીલીયન સરકાર આજકાલ યુવાનો માટે ખૂબ ચિંતિત છે. હકીકતમાં બ્રાઝીલમાં કિશોરવયમાં ગર્ભાવસ્થા દર અને એચઆઈવી ઈન્ફેક્શનના કિસ્સા સતત વધી રહ્યા છે. તેથી સરકાર યુવાનોને સેક્સ માટે લગ્ન સુધી રાહ જોવાની અપીલ કરી રહી છે.

બ્રાઝીલના માનવાધિકાર અને પરિવાર કલ્યાણ મંત્રી ડેમર્સ એલ્વેસે યુવાનોને સંયમ રાખવાની સલાહ આપતા કહ્યું કે આપણા દેશના યુવાનો શારીરિક સંબંધો રાખવા સામાજિક દબાણમાં આવી રહ્યા છે. તમે સેક્સ કર્યા વગર પાર્ટીમાં મજા પણ કરી શકો છો.

ડેમર્સ  કહ્યું કે આ અંગે નીતિ ઘડવા માટે ‘આઈ ચૂઝ ટુ વેઇટ’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન માટે  તેમણે ચર્ચના ફાધર્સની સલાહ લીધી છે. સોશિયલ મીડિયા ફાધર્સના અનુયાયીઓની સંખ્યા અનેક ગણી વધારે છે.

આ સાથે ડેમર્સે લેટિન અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝીલમાં પ્રજનન અધિકાર અને લૈંગિક શિક્ષણ વિશે ચર્ચા શરૂ કરી દીધી છે. ડાબેરી પક્ષ અને વિવેચકો કહે છે કે સેક્સ પર સંયમ પર ભાર મૂકીને યુવાનોને સેક્સ વિશે ખોટી રીતે સમજાવવામાં આવી રહી છે કે સેક્સ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

રાષ્ટ્રપતિ ઝ્યેર બોલ્સોનારો અને તેમના સાથીઓનું કહેવું છે કે હરીફ ડાબેરીઓએ કિશોરોને નાની ઉંમરે સેક્સ માણવા માટે પ્રોત્સાહિત કર્યા છે. જ્યારે નિષ્ણાતો કહે છે કે કિશોરોની ગર્ભાવસ્થાને રોકવા માટે સરકારના પ્રયત્નોને આ અભિયાન દ્વારા નુકસાન થઈ શકે છે.

બ્રાઝિલમાં ટીન એજમાં ગર્ભ ધારણ કરવાની સંખ્યા સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ સૌથી વધુ છે. બ્રાઝીલમાં ટીન એજ પ્રેગનન્સીનો દર 62 ટકા છે. જ્યારે વિશ્વ સ્તરે 44 ટકા થવા જાય છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 2018માં જાતીય સંબંધિત રોગોના નવા 43,941 કેસ નોંધાયા છે, જે 2014ની સરખામણીએ 41 ટકા વધારે છે.

બ્રાઝિલમાં પંદર વર્ષની ઉંમર ધરાવતી મોટાભાગની કિશોરીઓ માતા બની ગઈ છે અને આ ટીન એજ માતાઓ માટે અનેક હોમ સ્કૂલિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. 15 વર્ષીય લારિસા પરેરાએ ગયા વર્ષે એક બાળકને જન્મ આપ્યો હતો. લારિસા કહે છે કે કિશોરાવસ્થામાં સરકારનો ગર્ભનિરોધક સંદેશ ખૂબ ઉપયોગી છે પણ લોકો તેના પર વિશ્વાસ કરવાનું પસંદ કરશે નહીં.