આ સાત ગુજરાતીઓની પદ્મશ્રી એવોર્ડ માટે કરાઈ છે પસંદગી

દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ એવોર્ડનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર તરફથી કળા, સામાજીક કાર્ય, જાહેર મામલા, વિજ્ઞાન સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન બદલ સાતપદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 118 પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવશે. જેમાં સાત ગુજરાતીઓને પણ પદ્મ શ્રી એવોર્ડ એનાયત થવાના છે.

  • બાલકૃષ્ણભાઈ દોશી, ઉદ્યોગપતિ
  • ગફુરભાઈ બિલાખીયા, સાહિત્ય અને શિક્ષણ
  • એચ એમ દેસાઈ, વિજ્ઞાન માટે સુધીર જૈન,’ આર્ટ
  • યઝદી એન. કરંજીયા, શિક્ષણ અને સાહિત્ય
  • નારાયણ જોષી, મેડિસીન
  • ડોકટર ગુરુદિપસિંહ
  •  હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ

શાહબુદ્દીનભાઈ રાઠોડ વનેચંદના વરઘોડા સહિતના અનેક પાત્રોના ટાઈટલ માટે જાણીતા છે. તેઓ જન્મભૂમિ પત્રોમાં પણ કટાર લખી ચૂક્યા છે. આ ઉપરાંત મનોહર પર્રિકરને મરણોપરાંત પદ્મ ભૂષણ તેમજ અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને જ્યોર્જ ફર્નાન્ડિસને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.