ભાજપમાં ભડાકા પર ભડાકા: પૂર્વ ગૃહપ્રધાનની નારાજગી સામે આવી, કર્યા ગંભીર આક્ષેપો

ભાજપમાં હાલ નેતાઓ અને ધારાસભ્યોના નારાજગીની મોસમ ચાલી રહી છે. એક બાદ એક ધારાસભ્યો અને નેતાઓ પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હવે એકાએક ભાજપમાં કેમ આ રીતે ભડકાઓ થઈ રહ્યા છે તેનું કારણ હજું જાણવા નથી મળ્યું. પણ આ વખતે ભાવનગરના પૂર્વપ્રધાન મહેન્દ્ર ત્રિવેદીએ કામ થતું ન હોવાનો આરોપ લગાવી નારાજગી વ્યક્ત કરી હતી.

પૂર્વ ગૃહપ્રધાન મહેન્દ્ર ત્રિવેદીએ પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ પર સવાલ ઊભા કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, 2002માં આ પ્રોજેક્ટ માટે 25 લાખ રૂપિયા ફળવાયા હતા. શુદ્ધિકરણ માટે સરકારે 2002માં ૨૫ લાખ રૂપિયા ફાળવ્યા હતા. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તેમણે આ મુદ્દે મનપા કમિશનર-જીપીઓબી સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. તો આ મામલે મહેન્દ્ર ત્રિવેદી અને વિભાવરી દવે વચ્ચે ગજગ્રાહની ચર્ચા પણ છે.

આજથી ચાર દિવસ પહેલાં ભાજપના વડોદરાના બે ધારાસભ્યો કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવે સરકાર અને સંગઠન સામે બાંયો ચઢાવી હતી. પરંતુ ગુજરાત ભાજપના નેતાઓએ બન્નેને મનાવી લેતા ઘી ખીચડીમાં જ રહ્યું હતું.