આ કારણોસર કરણ જોહરે હોરર ફિલ્મ નહીં બનાવવાનો નિર્ણય કર્યો છે

ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરની હોરર ડ્રામા ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ આ વર્ષની શરૂઆતમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. તે સિરિઝ દર્શકોને બહુ પસંદ નહોતી આવી. આથી તેને નેગેટિવ રીવ્યુ મળ્યા હતા. પણ પોતાની જ આ હોરર ફિલ્મ જોઇને કરણ જોહર પોતે જ ડરી ગયો હતો અને તેણે નિર્ણય લીધો હતો કે તે ક્યારેય હોરર ફિલ્મ ડિરેક્ટ નહીં કરે.

કરણે પોતે જ આ ફિલ્મની સ્ટોરી લખી હતી પરંતુ તેનો એ પ્રયોગ નિષ્ફળ ગયો. કરણ કહે છે કે કોઇ પણ ડરામણી ફિલ્મનો મારી સાથે કોઇ મેળ ના બેસે. હવે હું આ હોરર ફિલ્મ નહીં બનાવું. હું હૉરર ફિલ્મો જોવાની પસંદ નથી કરતો તો તેવી ફિલ્મ બનાવવાનું વિચારી પણ કેવી રીતે શકું?

કરણે કહ્યું કે હું તેની સ્ટોરીને મહેસૂસ જ ના કરી શકું તો તેવી ફિલ્મ સારી કેવી રીતે બનાવી શકું? આથી 21 વર્ષની મારી કારકિર્દીમાં ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝનો અનુભવ મારા માટે સૌથી વધારે ડરામણો અને પડાકરરૂપ બની રહ્યો છે.