રવિવારે બીજી ટી-20 : ભારતીય ટીમમાં થઇ શકે છે આ એક ફેરફાર

ભારતીય ટીમ રવિવારે 26મી જાન્યુઆરીના રોજ ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાનારી બીજી ટી-20માં પોતાના વિનીગ કોમ્બીનેશનમાં આમ તો કોઇ મોટો ફેરફાર કરે તેવી સભાવના નથી પણ તે છતાં સંભવ છે કે ભારતીય ટીમના બોલિંગ સંયોજનમાં ફેરફાર કરે તેવી સંભાવના છે. બીજી ટી-20માં શાર્દુલ ઠાકુરના સ્થાને નવદીપ સૈનીને સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. જો કે સૈની વધુ સ્પીડ ઘરાવતો હોવાને કારણે તે ન્યુઝીલેન્ડના નાના મેદાનો પર વધુ રન આપી શકે તેમ છે.

બેટિંગમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે સંતુષ્ટ જણાયો હતો અને તેણે કહ્યું હતું કે મિડલ ઓર્ડરે પ્રેશરમાં ટીમ મમાટે સારું પ્રદર્શન કર્યું. શ્રેયસ ઐય્યરે 29 બોલમાં નોટઆઉટ 58 રન બનાવીને ચોથા ક્રમ માટે પોતાનું નામ મજબૂત બનાવ્યું હતું અને એ પ્રવાસની સૌથી મજબૂત શરૂઆત રહી હતી. ભારતે ઓકલેન્ડમાં રમાયેલી પહેલી મેચમાં 204 રનનો લક્ષ્યાંક કબજે કરીને પાંચ મેચની સીરિઝમાં 1-0થી સરસાઇ મેળવી લીધી છે.

પહેલી મેચમાં રોહિત શર્મા સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. છેલ્લા કેટલાક સમયથી રોહિત ટી-20 ક્રિકેટમાં પ્રભાવક રમત બતાવી શક્યો નથી. છેલ્લી 10 ટી-20 મેચમાં 3 અર્ધસદી ફટકારી છે પણ બાકીની 7 મેચમાં તે કુલ મળીને માત્ર 62 રન જ કરી શક્યો છે. ટી-20 વર્લ્ડકપ પહેલા તે આ ફોર્મેટમાં ફોર્મમાં આવવા માગશે, સામા પક્ષે તેનો પાર્ટનર કેએલ રાહુલ માટે એવો સવાલ કરી શકાય કે કોઇ એવું સ્થાન છે કે જ્ચાં રાહુલ બેટિંગ ન કરી શકે, 2020નું વર્ષ જાણે કે રાહુલનું વર્ષ છે. તેણે પોતાને ટીમમાં એક નવી ભૂમિકામાં સ્થાપિત કર્યો છે,