આ હોટ હીરોઈન સાથે ચમકશે આસીમ રિયાઝ, મહેશ ભટ્ટે કરી ફિલ્મની ઓફર

આસીમ રિયાઝ હજુ તો બિગ-બોસમાં રમી રહ્યો છે ત્યારે આ સિક્સ પેક મોડેલને ફિલ્મની ઓફર કરવામાં આવી રહી છે. આસીમને લઈ સડક, રાઝ અને 1943 જેવી ફિલ્મોના સર્જક મહેશ ભટ્ટ ફિલ્મ બનાવી રહ્યા હોવાન માહિતી જાણવા મળી રહી છે.

મહેશ ભટ્ટની ફિલ્મમાં આસીમની સામે હિરોઈમ તરીકે હોટ-હોટ સની લિઓની હોવાની ચર્ચાએ બોલિવૂડમાં જોર પકડ્યું છે. બિગ-બોસમાં આસીમ એક ફેવરીટ કન્ટેસ્ટન્ટ તરીકે ઉભરી રહ્યો છે. તેના સીધી હરીફ તરીકે પારસ અને સિદ્વાર્થ શૂકલા છે. હાલ બિગ બોસમાં સિદ્વાર્થ શૂકલા હોટ ફેવરીટ છે આ ઉપરાંત શેહનાઝ ગીલ અને રશ્મિ દેસાઈ પણ ટોપ થ્રીમાં આવી શકે છે તેવી શક્યતા જોવા મળી રહી છે.

મહેશ ભટ્ટે આસીમને બિગ બોસના ઘરમાં જઈને નવી ફિલ્મની ઓફર કરી છે. આસીમની બોલિવૂડ એન્ટ્રીમાં કેટલી સચ્ચાઈ છે તે આવનાર સમયમાં માલમ પડશે. હાલ ઘરમાં આસીમ અને સિદ્વાર્થ વચ્ચે લાંબી ટૂંકી ટપાટપી ચાલી રહી છે. વીક એન્ડમાં સલમાન ખાન બન્નેથી ખાસ્સો નારાજ હતો અને બન્નેને આડે હાથે લીધા હતા.