અજય દેવગનની તાનાજીનો જલવો, 200 કરોડની ક્લબમાં ધમાકેદાર એન્ટ્રી, 2020ની પ્રથમ સુપરહીટ ફિલ્મ બની

અજય દેવગનની ફિલ્મ તાનાજી: અનસંગ વોરિયર બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. આ ફિલ્મ દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. આ ફિલ્મે 200 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ ફિલ્મનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી આપી.

તરણ આદર્શ મુજબ તાનાજી 200 કરોડની ક્લબમાં પ્રવેશ કરી ચુકી છે. શુક્રવારે 24 જાન્યુઆરીએ ફિલ્મે 5.38 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ ફિલ્મનો કુલ વકરો 202.83 કરોડ થઈ ગયો છે. તાનાજી ત્રીજા અઠવાડિયામાં પણ તાનાજીનો જલવો અકબંધ છે. આ સાથે 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરી આ ફિલ્મ 2020ની પ્રથમ ફિલ્મ બની છે.

તમને જણાવી દઈએ કે કંગના રણૌતની ફિલ્મ પંગા અને વરૂણ ધવનની સ્ટ્રીટ ડાન્સર-3D શુક્રવારે રિલીઝ થઈ હતી, પરંતુ આ બન્ને ફિલ્મોની તાનાજીની કમાણી પર વધારે અસર થઈ ન હતી. પંગાએ પહેલા દિવસે 2.70 કરોડ અને સ્ટ્રીટ ડાન્સર-3Dએ 10.26 કરોડની કમાણી કરી છે.

આ ફિલ્મમાં અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આમાં અજય દેવગને મરાઠા સામ્રાજ્યના શૂરવીર સુબેદાર તાનાજી માલુસરેની ભૂમિકા ભજવી છે. કાજોલ તેમની પત્ની સાવિત્રી બાઇ માલુસરે અને સૈફ અલી ખાન ઉદયભાન રાઠોડની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા ઉપરાંત ત્રણેય કલાકારોનો અભિનયને પણ પ્રેક્ષકોને ગમ્યો છે.મહારાષ્ટ્રમાં આ ફિલ્મ કરમુક્ત કરવામાં આવી છે.