શું સલમાન ખાન અને સૂરજ બડજાત્યા ફરી વાર આવશે સાથે?

એક્ક્ટર સલમાન ખાન અને ડાયરેક્ટર સૂરજ બડજાત્યા ફરી એકવાર સાથે આવી શકે છે. સૂરજ બડજાત્યાએ આ અંગેના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું હાલ હું ફિલ્મની સ્ટોર લખી રહ્યો છું.

આ અંગે સૂરજ બડજાત્યાએ કહ્યું ક હાલ હું એક સ્ટોરી પર કામ કરું છું. એક કે બે વર્ષમાં આ સ્ટોરી  સંપૂર્ણ લખાઈ જશે. સલમાન ખાન સાથે આ સ્ટોરી આઈડીયા અંગે ડિસ્કશન કર્યું છે અને આ ખૂબ પસંદ પડ્યું છે. ફેમિલી, ડ્રામા અને ઇમોશન્સ એ બધું જ મારી સ્ટોરીમાં હોય છે.

આ ઉપરાંત સૂરજ બડજાત્યાએ કહ્યું કે હાલ મારું ધ્યાન દિકરા અવનીશના ડાયરેક્ટોરીયલ ડેબ્યુ પર છે. સૂરજે કહ્યું કે અવનીશ ડાયરેક્ટરતરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કરવાનો છે. 2017ના અંત સુધીમાં સલમાન સાથે હું ફિલ્મ કરવા માટે તૈયાર હતો, અડધી સ્ક્રીપ્ટ લખી ચૂક્યો હતો પણ આ દરિમાયનમાં પ્રેમ રતન ધન પાયોમાં મને આસિસ્ટ કરનારા પુત્ર અવનીશે મને કહ્યું કે તે ડાયરેક્ટર તરીકે કરિયર શરૂ કરવા માંગે છે અને આના માટે તે સંપૂર્ણ તૈયાર હતો.

તેમણે કહ્યું કે 30 વર્ષ પછી કંપનીમાં એક ડાયરેક્ટરને લોન્ચ કરવાનું કામ જવાબદારીવાળું છે. માત્ર માર્ગદર્શકના રૂપે જ અવનીશને મદદ કરી છે. આ ફિલ્મ તેની પોતાની છે અને તેની સ્ટોરી પણ છે. સલમાન ખાને પણ તેને આશિર્વાદ આપ્યા છે.

સલમાન ખાને મૈને પ્યાર કીયા બાદ વર્ષો પછી સૂરજની પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મને સારા રિવ્યુ મળ્યા ન હતા પણ બોક્સ ઓફીસ પર ઠીકઠાક રહી હતી.