ભ્રષ્ટાચાર ભગાવોનો ફૂગ્ગો ફૂટ્યો: ભ્રષ્ટાચાર મામલે 180 દેશોમાં આ નંબરે છે ભારત

કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર ઘટી જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ ઈન્ટરનેશનલ ઈન્ડેક્સમાં ભારતમાં ભ્રષ્ટાચાર જૈસે તેની સ્થિતિમાં હોવાનો ખુલાસો સરવે દ્વારા થયો છે. ગ્લોબલ કરપ્શન ઈન્ડેક્ષના રેન્કીંગ મુજબ ભ્રષ્ટાચારના મુદ્દે ગત્ વર્ષ કરતા આ વર્ષે કોઈ સુધારો થયો નથી અને ભારત 78મા ક્રમે યથાવત્ રહ્યું છે. આથી સરકારના ભ્રષ્ટાચાર ઘટાડવાના દાવા પોકળ ઠર્યા હોવાનું જણાઈ આવી રહ્યું છે.

ઈન્ટરનેશનલ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ગ્લોબલ કરપ્શન-પરસેપ્શન ઈન્ડેક્ષ એટલે કે વૈશ્વિક ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2019માં ભારતની રેન્કીંગમાં કોઈ સુધારો થયો નથી. ભારત 2018 ની જેમ જ 78મા ક્રમે રહ્યું છે. ભ્રષ્ટાચાર માત્ર ભારત જ નહીં, પ્રત્યેક દેશની સમસ્યા છે. વધતે ઓછે અંશે ભ્રષ્ટાચાર દરેક દેશમાં થતો જ હોય છે.

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચારનું દૂષણ ક્યા દેશમાં કેટલી હદે વ્યાપ્ત છે એનો સરવે કરાયો હતો, જેમાં ભારતે 2018ના સ્તરે એટલે કે 78મો ક્રમાંક જાળવી રાખ્યો છે. ગ્લોબલ કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ 2019માં ભારતના રેન્કિંગમાં કોઈ સુધારો થયો નથી એટલે કે ગયા વર્ષ 2018ની જેમ જ 78મા ક્રમાંકે યથાવત છે. નિષ્પક્ષ રીતે વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચારનું વિશ્લેષણ કરનાર સંસ્થા ટ્રાન્સફરન્સી ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા સરવે પ્રમાણે ભારતનો ઈન્ડેક્સમાં કુલ સ્કોર 41 રહ્યો અને એ 78મા સ્થાને છે. 2017માં ઈન્ડેક્સમાં 40 પોઈન્ટ સાથે 81મા સ્થાન પર હતું. આ પહેલા 2016 માં ભારત આ ઈન્ડેક્સમાં 79 મા સ્થાને હતું.

આ સરવે રસપ્રદ વાત એ રહી કે ભારત સાથે ચીન, ધાના, બેનિન અને મોરોક્કો પણ 78મા રેન્ક પર છે. પાડોશી દેશ પાકિસ્તાનના રેન્કિંગ્સ 120 રહી છે. આ ઈન્ડેક્સમાં સાર્વજનિક ક્ષેત્રના ભ્રષ્ટાચારના મામલાઓમાં 180 દેશોને રાખવામાં આવ્યા છે. ઈન્ડેક્સ 0 થી 100ના પોઈન્ટનો ઉપયોગ કરે છે જેમાં 0 સૌથી વધારે ભ્રષ્ટાચાર દર્શાવે છે. જ્યારે નંબર 100 ખૂબ જ ભ્રષ્ટાચાર મુક્ત ધરાવે છે. ગ્લોબલ કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ પ્રમાણે બે તૃતિયાંશ દેશોનો સ્કોર 50થી ઓછો છે. સરેરાશ સ્કોર 43 છે. 2012થી લઈને અત્યાર સુધી 22 દેશોએ પોતાનો સ્કોર સુધાર્યો છે. એમાં એસ્ટોનિયા, ગ્રીસ અને ગયાના સામેલ છે. 21 દેશોના સ્કોરમાં પછડાટ જોવા મળી જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા અને વિકારાગુઆ સામેલ છે.

G-7 દેશોના ચાર દેશોના સ્કોરમાં ઘટાડો નોંધાયો હતો. એમાં કેનેડા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા સામેલ છે. જર્મની અને જાપાનના સ્કોરમાં કોઈ સુધારો નથી થયો. ઈટલીના સ્કોરમાં એક આંકડાનો સુધારો નોંધાયો છે. ભ્રષ્ટાચાર ઓછો કરવાને લઈને અનેક દાવાઓ થયા, પરંતુ ચિત્ર હજુ પણ જુનુ જ દેખાય રહ્યું છે. આની માહિતી આપણને ગ્લોબલ ભ્રષ્ટાચાર પરસેપ્શન ઈન્ડેક્સ (વૈશ્વિક ભ્રષ્ટાચાર ધારણા સુચકાંક) 2019 માં જોવા મળી રહી છે.

દુનિયામાં એવા દેશોની યાદી જ્યાં ભ્રષ્ટાચાર ઓછો છે, આપણે ચીન સાથે સંયુક્ત રીતે 80મા રેન્ક પર છીએ. ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ દર વર્ષે તમામ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિને લઈને રેન્કિંગ જાહેર કરે છે. આ વખતે પણ સંસ્થાએ 180 દેશોની યાદી જાહેર કરી છે. જેમાં ભારત 78મા નંબર પર રહ્યું છે.

મહત્ત્વની વાત એ છે કે 80મા રેન્કિંગ પર ભારત-ચીન સિવાય સંયુક્ત રીતે બેનિન, ધાના અને મોરક્કો જેવા દેશ છે. સૌથી ઓછા ભ્રષ્ટાચાર કરનારા દેશોમાં ડેનમાર્ક પ્રથમ છે. ન્યુઝીલેન્ડ તેની સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબર પર છે. ત્યારપછી ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ અને  નોર્વેનો નંબર આવે છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર પર કેટલી રોક લગાવી શકાઈ છે, તેનો અંદાજો તેના રેન્કિંગ પરથી લગાવી શકાય છે. 180 દેશોમાં તેની રેન્કિંગ 120 છે અને તેનો સ્કોર અંદાજીત 32 રહ્યો છે.

વૈશ્વિક રેન્કિંગમાં સોમાલિયા સૌથી નીચેના એટલે 180 મા નંબર પર છે. તે પહેલા દક્ષિણી સુદાન, સીરિયા, યમન અને વેનેઝુએલા જેવા દેશ છે. પાડોશી દેશોની વાત કરીએ તો ભુટાન જ એક માત્ર દેશ છે જ્યાં ભ્રષ્ટાચાર ઓછો છે. ભૂટાન 68મા નબરથી પ મા રેન્કિંગ પર છે. બાકીના અન્ય દેશોમાં સ્થિતિ ભારતથી પણ ખરાબ છે. શ્રીલંકા 93મા, નેપાલ 13મા, માલદીવ-મ્યાંમાર 130મા અને બાંગ્લાદેશ 146 મા નંબર પર છે.