અમદાવાદ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 6200 સફાઇ કર્મચારીઓને કાયમી કરવા આદેશ

લેબર એક્ટ મુજબ સફાઇ કામદારોને તમામ અધિકારો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં ગટર સફાઇની કામગીરીમાં સંપૂર્ણ મીકેનીઝમનો ઉપયોગ કરવા સરકાર કટિબદ્ધ છે તેમ, ગુજરાતની ત્રણ દિવસની સમીક્ષા મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ નવી દિલ્હીના અધ્યક્ષ મનહર ઝાલાએ ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

સફાઇ આયોગના અધ્યક્ષ મનહર ઝાલાએ જણાવ્યું હતું કે, રાજ્યના સફાઇ કામદારોનું સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તર વધુ સુધરે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નવા આયામો હાથ ધરવામાં આવ્યા છે. લેબર એકટ હેઠળ તમામ કરાર આધારીત સફાઇ કર્મચારીઓને તેમનાં કરેલ કામનાં સામે પુરૂ મહેનતાણું, નિયમાનુસાર ઇ.પી.એફ. તેમજ વીમો મળે તે અંગે સંબંધિતોને તાકિદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયત, નિગમ, બોર્ડ તથા અન્ય સરકારી એજન્સીઓ કે જયાં વર્ગ-4નાં સફાઇ કર્મચારીઓ માટે દર અઠવાડિયે ફી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવા તથા મહિલાઓ માટે ચેન્જીંગ રૂમની વ્યવસ્થા સત્વરે ઉભી કરવા જણાવાયું છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીડેવલોપમેન્ટ પ્રોજેકટ હેઠળ અમદાવાદ ખાતે વિજય મીલ મ્યુ. હેલ્થ સ્ટાફ કવાટર્સ ખાતે બ્લોક નંબર-1 થી બ્લોક નંબર-7 જેમાં કુલ-92 મકાનો જર્જરીત હાલતમાં હતાં જેને પાડી તેની જગ્યાએ નવા આરસીસી વાળા પાકા મકાનો બાંધવાની કામગીરી ચાલુ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકા, બોર્ડ તથા અન્ય એજન્સીઓ જેમાં સફાઇ કર્મચારીઓનું શોષણ ન થાય અને તેમને પુરતું માનદ વેતન, અન્ય રજાઓ મળી રહે, સફાઇ કર્મચારીએ એક પ્રકારનો