આ ફિલ્મમાં જોવા મળશે શાહરૂખ ખાન-કાજોલની હીટ જોડી

શાહરૂખ ખાનની નવી ફિલ્મની તેના ફેન્સ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. ઝીરો બાદ શાહરૂખ ખાન સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો છે. 2018માં આવેલી ઝીરો બોક્સ ઓફીસ પર કમાલ કરી શકી ન હતી પણ ધમાલ જરૂર કરી ગઈ હતી.

શાહરૂખ ખાન અને કાજોલની હીટ જોડી લઈને રાજકુમાર હિરાની મેદાનમાં આવી રહ્યા છે. કાજોલ અને શાહરૂખખાનની જોડીને આજે પણ દર્શકો સિનેમાના પરદે જોવા માટે તલપાપડ હોય છે. આ હીટ જોડી સાથે રાજકુમાર હિરાની નવી ફિલ્મ બનાવી રહ્યાનાં રિપોર્ટ મળી રહ્યા છે.

આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા હશે અને તેમાં શાહરૂખની ઓપોઝીટ કાજોલને લેવામાં આવશે. આ ફિલ્મ માટે કરીના કપૂર પણ લાઈનમાં છે તે રાજકુમાર હિરાની સાથે થ્રી ઇન્ડીયટસમાં કામ કરી ચૂકી છે. જો કે, આ ફિલ્મની હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે શાહરૂખે સાઉથના ડાયરેક્ટર એટલીની એક ફિલ્મ સાઇન કરી છે અને તેનું નામ ‘સનકી’ રાખવામાં આવ્યું છે.

શાહરૂખ અને કાજોલે અનેક હીટ ફિલ્મો આપી છે. જેમાં DDLJ,  બાઝીગર, દિલ તો પાગલ હૈ, કભી ખૂશી કભી ગમ જેવી ફિલ્મો નોંધપાત્ર છે. જ્યારે દિલવાલે બોક્સ પર કરિશ્મો કરી શકી ન હતી. આ ફિલ્મ એન એવરેજ રહી હતી.